નર્મદા નિગમ નબળું પડ્યું:શહેરમાં પાણી વિતરણ ખોરંભે એકાંતરે પાણી આપવામાં હવે GWILનો વિક્ષેપ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શટડાઉન લેવાય અે પહેલા નર્મદાની લાઈનમાં ભંગાણ
  • ભુજ નગરપાલિકાએ સુવિધા વધારી આપી તો નર્મદા નિગમ નબળું પડ્યું

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડે જાહેર અારોગ્ય યાંત્રિક વિભાગના કાર્યપાલક ઈજનેરને 20મી નવેમ્બરે પત્ર લખી 23મી નવેમ્બરે શટડાઉન લેવાનું હોઈ અેક દિવસ નર્મદાના પાણીનો જથ્થો બંધ રાખવાની જાણ કરી હતી. પરંતુ, અે પહેલા ભચાઉ તાલુકાના શિકારપુર પાસે કચ્છને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદાની મેઈન લાઈનમાં ભંગાર સર્જાયું છે, જેથી ભુજ શહેરમાં નળ વાટે બે ત્રણ-દિવસ અેકાંતરે પાણી વિતરણમાં વિક્ષેપ રહેશે.

ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર અને ઈજનેર ભાવિક ઠક્કરે અનુભવ, અાવડત અને ઈજનેરી કાૈશલ્યથી શહેરને અેકાંતરે પીવાનું પાણી પૂરું પાડવામાં માંડ સફળતા મેળવી છે. છેલ્લા બે માસથી અેકાંતરે અને નિશ્ચિત સમયે પાણી વિતરણ પણ થયું રહ્યું હતું ત્યાં ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડે જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા માળિયા પમ્પિંગ સ્ટેશન ખાતે જેટકો દ્વારા મંજુરી અન્વયે 23મી નવેમ્બરે શટડાઉન લેવાનું અાયોજન ઘડાયાની જાણ કરી હતી,

જેમાં અેક દિવસ પાણીનો જથ્થા મળશે નહીં અેવું જણાવાયું છે, જેથી દૈનિક પાણી જથ્થા માટે ટપ્પર ડેમ અાધારિત રહેવું પડશે. અધૂરામાં પૂરું શિકારપુરની અાલ્ફા હોટેલ સામે લાઈનમાં ભંગાર સર્જાતા 50 ફૂટ ઊંચે ફુવારા ઉડ્યા હતા, જેથી 21ની નવેમ્બરની રાતથી જ જી.ડબ્લયુ.અાઈ.અેલ. અને ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નર્મદા પાણી વિતરણમાં ખોટીપો સર્જાઈ ગયો છે. જે બાબતે ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તંત્ર યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યાના હેવાલ છે. પરંતુ, ક્ષતિને કારણે અેકાંતરે પાણી વિતરણમાં બે-ત્રણ દિવસ સુધી રુકાવટ અાવશે, જેથી શહેરીજનો સંગ્રહ અનુસાર પાણી વપરાશ રાખે અે હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...