તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરમાં વોટર બોડીમાં પથરાયેલી ગટરની લાઈનો બહાર કઢાશે

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હાશ, માત્ર સારા હેતુ માટે શહેરના માર્ગો ફરી ખોદાશે
 • જી.યુ.ડી.સી.એ વરસાદી વહેણ અને તળાવમાં ચેમ્બર બનાવી હતી

ભુજ શહેરમાં ભૂકંપ બાદ જી.યુ.ડી.સી.એ પુન:વસાહત વખતે વરસાદી વહેણ અને તળાવની અંદર ગટરની લાઈનો પાથરી છે અને ચેમ્બર બનાવી છે. જે ભુજ નગરપાલિકા દ્વારા બહાર કાઢવામાં આવશે, જેથી સારા હેત માટે જાહેર માર્ગો ફરી ખોદાશે.ભૂકંપ બાદ ચારે દિશાઅોમાં નવી રિલોકેશન સાઈટો ઊભી કરાઈ હતી.

જેને ગટર અને પાણીની લાઈન સાથે સાંકળવા જી.યુ.ડી.સી.ને કામગીરી સોંપાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકા સાથે સંકલન કરાયું ન હતું, જેથી શહેરની ભૌગોલિક રચના સમજ્યા વિના અને ભવિષ્યમાં ગટરની લાઈન બદલવા માર્ગો ખોદવા ન પડે એવા હેતુથી જી.યુ.સી.એ વરસાદી વહેણ અને તળાવોમાં લાઈનો પાથરીને ચેમ્બર બનાવી હતી. પરંતુ, ભૂકંપના એકાદ દાયકામાં જી.યુ.ડી.સી.એ પાથરેલી લાઈન દમ તોડવા લાગી હતી. જે બદલવાની કામગીરી છેલ્લા એકાદ દાયકાથી ચાલે છે.

પરંતુ, હજુ સુધી ઉકેલ આવ્યો નથી. બીજી બાજુ, ગટરની લાઈન બેસી જાય ત્યારે પાઈપ બદલતી વખતે વરસાદી વહેણ અને તળાવોમાં પાણી જતું હોય છે. જે અટકાવવા માટે નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે વોટર બોડીમાંથી ગટરની લાઈન બહાર કાઢવા આદેશ કર્યાના હેવાલ છે.

હમીરસરના વહેણમાં બહાર કઢાશે : ઈજનેર ગટર શાખાના ઈજનેર કૃણાલ ગઢવીએ જણાવ્યું હતું કે, હા, નગરપતિ ઘનશ્યામ ઠક્કરનો એવો આદેશ છે કે, હમીરસર તળાવમાં જતા વરસાદી વહેણની અંદર જેટલી પણ ગટરની લાઈનો કે ચેમ્બર છે એને બહાર કાઢવી, જેથી તળાવમાં પ્રદુષણ ન ફેલા્ય. જે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બસ સ્ટેશનમાંથી જતી પાણીની લાઈન ડાયવર્ટ કરાઈ ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સામે સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનમાંથી પાણીની લાઈન છેક વાણિયાવાડ સુધી જતી હતી. જેને ડાયવર્ટ કરી દેવાઈ છે, જેથી મોર્ડન ટોકિટના દરવાજા અને નવી શાક માર્કેટ પાસે ખોદકામ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો