તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગટર શાખાના કર્મીઓને નોટિસ બાદ ફરી ફરજ પર લેવાયા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે ઓવર ટાઈમ બંધ કર્યા પછીના પડઘા સમતા નથી

ભુજ નગર પાલિકાના કર્મીઓને નોટિસ બાદ ભલામણ આવતા પુન: ફરજ લેવાયા છે. ડ્રેનેજ બ્રાન્ચના ફિક્સ વેતન ઉપર કામ કરતા હંગામી કર્મચારીઓ વેતન વધારા ઉપરાંત ઓવર ટાઈમ સહિતની માંગણીઓ સાથે હડતાળ શરૂ કરી હતી. પરંતુ, પદાધિકારીઓ સાથે બેઠકોના દોર બાદ મુખ્ય અધિકારીએ કડક વલણ અપનાવતા બધા ફટાફટ કામે લાગી ગયા હતા. પરંતુ, ત્યારબાદ ઈજનેર કૃણાલ ગઢવી સહિતના કર્મચારીઓએ વધુ 60 કર્મચારીઓ અને 8 છકડો રિક્ષાની માંગણી મૂકી હતી. જેથી મુખ્ય અધિકારી મનોજ સોલંકીએ નોકરીમાંથી છુટા શા માટે ન કરવા એનો 3 દિવસમાં જવાબ માંગ્યો હતો.

જે બાદ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર જોડે ઈજનેર સહિતના કર્મચારીઓની બેઠક થઈ હતી, જેમાં પ્રમુખે ભલામણ કરતા ફરી ફરજ ઉપર લઈ લેવાયા છે. જોકે, એક બાજુ ઓવરટાઈમ બંધ કર્યો છે અને અમુક કર્મચારીઓએ જે સમયે નોકરી નથી કરી એ સમયનો પગાર ચૂકવી દેવા ભલામણ પણ કરી છે, જેથી પ્રમુખના નિર્ણયો પણ વિવાદાસ્પદ થઈ ગયા છે. તો ડ્રેનેજ બ્રાન્ચના કર્મચારીઓનું કહેવું છે કે, ગટરની ચેમ્બર સાફ કરવા સહિતની કામગીરી દિવસ રાત ચાલતી હોય છે, જેમાં સમય મર્યાદા રહેતી નથી. બીજી તરફ નજીવા ફિક્સ વેતને કામ કરવું પરવડતું નથી. આમ છતાં ઓવર ટાઈમ બંધ ધરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...