આકર્ષણ:દુબઈ એક્સ્પો 2021 માં ગુજરાતની અસ્મિતા છવાઈ, 192 દેશોએ ભાગ લીધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી મહિલાઓનો ગરબા પરફોર્મન્સમાં દબદબો : ઇન્ડિયન પેવેલિયનમાં સૌનું બન્યું આકર્ષણ

જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં ગુર્જરીની અસ્મિતા જોવા મળે. દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ત્યાંના બનીને રહે છે. યુએઈમાં પણ મોટી સંખ્યામાં ગુજ્જુઓ છે. દુબઈ એકસ્પો 2021 ની શાનદાર ઉજવણી દુબઈમાં થઈ રહી છે. દુનિયાના 192 દેશોએ ભાગ લીધો છે. ઇન્ડીયન પેવેલિયન મુખ્ય છે, ત્યારે ગુજરાતી ગરબા આ એકસ્પોનું મુખ્ય આકર્ષણ બન્યું છે.

દુબઈથી મૂળ કચ્છ માંડવીના જયેશભાઈ સોની જણાવે છે કે, નવરાત્રિના પર્વને જીવંત કરતા હોય એમ અહીંની મહિલાઓ ઇન્ડિયન પેવેલિયનમાં ગરબાની રમઝટ બોલાવે છે. ગુજરાત સરકારના સહકારથી નીતાબેન ચાંપાનેરીયા અને ડો. વ્યાપ્તિ જોશીના માર્ગદર્શન હેઠળ દુબઈ સત્સંગ મહિલા મંડળની બહેનો તેમજ શારજાહ અને અન્ય વિસ્તારની બહેનોના ગ્રુપ દરરોજ ગરબા કરે છે. વિદેશની ધરતી પર દેશની સંસ્કૃતિ પ્રદર્શિત કરવાનો અલગ જ રોમાંચ હોય છે.

કચ્છની શ્રીમાળી સોની સમાજની બહેનોએ આ ઇવેન્ટમાં નેતૃત્વ સંભાળ્યું છે. આ ઉપરાંત દુબઈમાં જાહેરમાં નવરાત્રી ઉજવવા મંજૂરી નથી મળતી,માટે એપાર્ટમેન્ટના બેઝમેન્ટ કે ફ્લેટમાં માતાજીની આરાધના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...