તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gujarat's First Solar Operated Fully Automatic Cattle Feed Plant Operating At Chandrani In Anjar, Produces 300 MT Per Day

કચ્છને માથે વધુ એક કલગી:ગુજરાતનો પ્રથમ સોલાર ઓપરેટેડ-ફૂલ્લી ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ અંજારના ચંદ્રાણી પાસે કાર્યરત, રોજનું 300 મેટ્રિક ટન ઉત્પાદન કરાય છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ - Divya Bhaskar
ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ

પશુઓનું પોતાનું જીવન જીવવા અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રોટીન,ફાઇબર, મિનરલ વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવો પશુઆહાર ઉત્પાદન કરતો ગુજરાતનો સર્વ પ્રથમ આધુનિક કેટલફીડ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત છે અને હાલ દરરોજ 300 મેટ્રીકટન ઉત્પાદન સૂર્યઉર્જા દ્વારા કરાઈ રહ્યું છે.

સોલાર શક્તિથી સંચાલિત કેટલફીડ પ્લાન્ટ
સોલાર શક્તિથી સંચાલિત કેટલફીડ પ્લાન્ટ

અંજારના ચાંદ્રાણી નજીક 55 કરોડના ખર્ચે કેટલફીડ પ્લાન્ટ ઊભો કરાયો છે.જેમાં પશુઓના ખાણદાણ માટે વૈજ્ઞાનિક ઢબે અહીં પશુઆહારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સામાન્યતઃ 300 મેટ્રિક ટન ખાણદાણના ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં મજૂર વર્ગ તથા અધિકારીઓની જરૂર પડે છે, પણ અહીં ત્રણ અધિકારીઓ અને આઠ મજૂર દ્વારા દરરોજના 300 મેટ્રિક ટન ઉત્પાદન કરાય છે. ઉત્પાદિત પ્રોડ્કટને રાજકોટ, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિત જિલ્લાના સંઘમાં અપાય છે.

ભાવનગર કેટલફીડ પ્લાન્ટના ઉદઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોલારથી ચાલતા પ્લાન્ટ બનાવવામાં આવે તો વીજળીની પણ બચત થાય અને ઈકોનોમિકલી પણ ડેરી ઉદ્યોગને ફાયદો થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનને ધ્યાનમાં રાખીને સરહદ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે સોલાર શક્તિથી સંચાલિત કેટલફીડ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. - વલમજીભાઈ હુંબલ, સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન