તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રદાન જાગૃતિ:ભુજમાં નેત્રદાન જાગૃતિ પખવાડીયાના ઉપક્રમે ગુજરાત ઉજાસ યાત્રા પ્રવેશી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સક્ષમ અને નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નેત્રદાન જાગૃતિ પખવાડીયાના અનુસંધાને સુરતથી શરૂ થયેલી ગુજરાત ઉજાસ યાત્રા ભુજ પ્રવેશી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાઇટી રાજ્ય ચેરમેન ડો.ભાવેશ આચાર્ય અને ચોર્યાશી તાલુકા બ્રાન્ચના ચેરમેન ડો.પ્રફુલભાઇ શિરોયાએ લોકોને ચક્ષુદાન કરવા માટે વિનંતી કરી હતી. હિતેશગીરી ગોસ્વામીએ કાર્યક્રમની માહિતી આપી હતી. આ યાત્રા નેત્રદાન, રક્તદાન અને દેહદાન કરવા માટે પ્રચાર કરશે. યાત્રા દરમિયાન 19 અને કુલ 29,000 જેટલા ચક્ષુદાન સાથે 1,008 દેહદાન પણ કરાયા છે.

આ કાર્યક્રમમાં કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજ પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, કચ્છ ડિસ્ટ્રિક્ટ ચેરમેન અરુણ જૈન, વિમલ મેહતા વગેરેએ રથને લીલીઝંડી આપી શરૂઆત કરાવી હતી. ડો. પ્રફુલભાઇ સિરોયાની, દિનેશભાઇ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વેને ચક્ષુદાન જાગૃતિ માટે કીટ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...