• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gujarat State Women's Economic Development Corporation Will Provide 15 Per Cent Subsidized Loan To Women Up To Rs 2 Lakh

મહિલાઓ માટે ખાસ લોન:ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને રૂપિયા 2 લાખ સુધી 15 ટકા સબસિડાઈઝડ લોન મળશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક આવક 1.20 થી વધુ ધરાવતી મહિલાઓને આ લાભ મળશે
  • ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે ખાસ લાભદાયક

ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને રૂપિયા 2 લાખ સુધી 15 ટકા સબસિડાઈઝડ લોન મળશે. જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રૂપિયા 2 લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે.

મહિલાઓને આ યોજના મુજબ રૂપિયા 2 લાખની લોન મળે છે. પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવા માટે મહિલા સ્વાવલંબન યોજના અન્વયે એન્જીનીયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેકસટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સીરામિક, ચર્મ, ઇલેકટ્રિક વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓને પગભર કરવા માટે મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની લોન પર ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રોજેકટ કોર્સના 15 ટકા પ્રમાણે વધુમાં વધુ રૂપીયા 30 હજારની સબસિડી આ યોજના અન્વયે આપવામાં આવે છે.

કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી માટે તથા અન્ય 307 વ્યવસાયો માટે પણ આ લોન આપવામાં આવે છે. 18 થી 50 વર્ષની વયની ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.20 લાખની અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1.50 લાખની આવક મર્યાદા ધરાવતી બહેનોને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માંગતી બહેનોએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં. 208, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ફોન નં – 02832-230010નો જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...