કચ્છમાં ગુજરાત ઘેટાં ઊન િવકાસ નિગમ સ્ટાફની ઘટથી બંધ થવાના અારે છે અને તેને લગતી પ્રવૃત્તિઅો બંધ થતાં ઘેટાં પાલકોને અાર્થિક ફટકો પડી રહ્યો છે.ગુજરાત ઘેટાં ઊન િવકાસ નિગમ દ્વારા કચ્છમાં ઘેટાંની થતી સારવાર અને વેક્સિનેશન થકી જ જિલ્લો 6 લાખ ઘેટાં સાથે રાજ્યમાં અવ્વલ સ્થાને પહોંચ્યો છે અને ઘેટાંની સંખ્યા વધતાં ઘેટાંના ભાવ, ઊન ઉત્પાદન, ખાતરની િકંમત વધુ મળતાં પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરી છે.
અા જ નિગમમાં છેલ્લા 4 વર્ષથી કર્મચારીઅોની ઘટના કારણે વિવિધ પ્રવૃત્તિઅો બંધ થઇ ગઇ છે અને નિગમો બંધ થવાની કગાર પર છે. જો નિગમો બંધ થાય તો માલધારીઅોને અાર્થિક ફટકો પડશે. માંડવી તાલુકાના નાના લાયજા ફાર્મમાં 89 અેકર, મેરાઉ ફાર્મ 30 અેકર, ભુજ તાલુકાના માનકુવા ફાર્મ 25 અેકર અને મુન્દ્રા ફાર્મની 10 અેકર જમીન ખાલી પડી છે. તાત્કાલિક સ્ટાફની ઘટ નિવારવા અને ઘેટાં ઊન િવકાસ નિગમ બંધ ન કરવા કચ્છ માલધારી ઘેટાં પાલક અાગેવાનો વતી હમીર અાર. રબારીઅે કચ્છ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઅાત કરી છે.
કચ્છમાં કયાં કેટલી સ્ટાફ ઘટ
ભુજમાં નાયબ પશુપાલન નિયામક, વિસ્તરણ અધિકારી, સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક અને સેવકની 1-1 જગ્યા ખાલી છે. કચ્છમાં ક્ષેત્રીય મદદનીશની જગ્યા 24 છે, જેની સામે માત્ર અેક જ ભરાઇ છે. ઘેટાં વિસ્તરણ કેન્દ્રોમાં શેફર્ડ (ભરવાડ)ની જગ્યા 24 છે, જે તમામ ખાલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.