નારાજગી:‘ગુજરાતની ભાજપ સરકારની કચ્છ પ્રત્યેની લાગણી અંતે ઠગારી નીવડી’

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ પણ ટોણો મારીને કહે છે, મંત્રી મંડળમાં કચ્છ જિલ્લાને અન્યાય
  • ભરૂચના સાંસદની જેમ કચ્છના સાંસદ નારાજગી વ્યક્ત કરશે ?

તમામ મોરચે ઘોર નિષ્ફળતા-કોવિડ મહામારીમાં બેદરકારી થકી ભાજપ સરકારે સત્તા ઝુંટવાઇ જાય તે પહેલા મુખ્યમંત્રી બદલ્યા એ ઘટના ક્રમમાં કચ્છ હળહળતો અન્યાય થયો હોવાનું જિલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું.નવા મંત્રી મંડળમાં કચ્છના કોઇ પણ ધારાસભ્યોને મંત્રીપદ ન અપાતા સમગ્ર જિલ્લામાં આક્રોશ છે. તેવું જણાવતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ બાબતને કચ્છ પ્રત્યે ખૂબજ અન્યાય કર્તા અને વિશ્વાસઘાત સમાન ગણાવી હતી.

સમારંભોમાં કચ્છી લોકો સાથે ભાજપની ગુજરાત સરકારને ખૂબ જ લાગણી છે, તેવા નિવેદનો આજે સદંતર ઠગારા નીવડ્યાં છે. ગુજરાત ભાજપ નેતાઓ-મંત્રીઓને કચ્છના કિંમતી ખનિજ-ઉદ્યોગો સ્થાપી પોતાને કમાવામાં જ રસ છે, કચ્છની પ્રજાના હિત સાથે લેવા-દેવા નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. જિલ્લા કોંગ્રેસે એવા સવાલો કર્યા છે કે, પ્રતિનિધિત્વ ન મળવાના મુદ્દે ભાજપી ધારાસભ્યો કેમ ચૂપ છે ? ખરેખર ભરૂચના સાંસદે નારાજગી વ્યક્ત કરી છે, તો કચ્છને સતત થઇ રહેલ અન્યાય બાબતે કચ્છના સાંસદ નારાજગી વ્યક્ત કરશે ? મનસ્વી રીતે નો-રીપીટ થીયરી લાગુ કરવાથી નવા મંત્રીઓની અણ-આવડત-વહીવટી મુંઝવણના કારણે નર્મદા યોજના-ભુજોડી અોવરબ્રીજ જેવા મોટા પ્રોેજેક્ટો ઘોંચમાં પડશે તેવું પક્ષ વતી પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...