તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના તમામ સરકારી વહીવટી વિભાગો ખાસ કરી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોઅે ચીજ વસ્તુઅોની ખરીદી ઈ-માર્કેટ પ્લસ પોર્ટલ પરથી અોન લાઈન કરવાની રહે છે. પરંતુ, સ્પષ્ટ ન હતી, જેથી ઉલ્લંઘન કરવા છટકબારી શોધી લેવાતી હતી. જેના પગલે સમગ્ર પ્રક્રિયાની સ્પષ્ટતા કરતી માર્ગદર્શિકા બહાર પડી છે.
ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના નાયબ સચિવ નીરવ શાહે ઠરાવમાં જણાવ્યા મુજબ 2017ના ઠરાવને રિવાઈઝડ કરી નવેસરથી પરિપત્ર અમલી બનાવાયો છે. સરકારી કચેરીઅોમાં દ્વારા થતી ખરીદીમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લસ પોર્ટ બનાવાયું છે, જેથી તમામ સરકારી વહીવટી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોઅે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પોર્ટલ પરથી ખરીદવાની થતી ચીજવસ્તુની પસંદગી માટે સ્પેસિફિકેશન નક્કી કરવા અાંતરિક કમિટીની રચના કરવી પડશે. અે ઉપરાંત પોર્ટ પર ઉપલબ્ધ ન હોય અેવી વસ્તુઅો અન્યત્રથી ખરીદવા માટે પૂર્વ મંજુરી લેવી પડશે. 25 હજાર સુધીની ચીજ વસ્તુઅો કચેરીના વડાની નોંધ ફાઈલ કરવા, 25 હજારથી વધુની ખરીદી કરવા માટે ઉદ્યોગ કમિશનરની કચેરીઅે દરખાસ્ત કરવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોર્ટલ તો અગાઉથી છે અને તેમાંથી જ ખરીદી કરવાની છે. પરંતુ, સરકારી કચેરીઅોઅે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઅોઅે, જેમ કે, નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોઅે છટકબારી શોધી લીધી હતી અને ખરીદીમાં મર્યાદા અોળંગી દીધી હતી. જેની નોંધો અોડિટ રિપોર્ટમાં થતી હતી. પરંતુ, છટકબારીઅોના કારણે કોઈ કાર્યવાહી થતી ન હતી, જેથી સમગ્ર પ્રક્રિયાની સહજ સરળ સ્પષ્ટતા માટે માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. પરંતુ, અેનો અમલ કેટલો થાય છે અે અાવનારા સમયમાં સ્પષ્ટ થશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.