મંજૂરી વગર કોન્ટ્રાકટ અપાયો:લાલન કોલેજને ગ્રાઉન્ડ ફાળવણીની મંજૂરી નહી છતાંય ભાડે આપી દેવાયું

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચેક વર્ષથી મંજૂરી વગર કોન્ટ્રાકટ અપાયો હોવાની વાત સામે આવી
  • પૂર્વ પરવાનગીની અપેક્ષાઅે ખાનગી પાર્ટીને 3 હજારના દરે કરાર કર્યો

લાલન કોલેજમાં લોન ટેનિસ, ક્રિકેટ અને ફુટબોલના ગ્રાઉન્ડ અાવેલા છે, જે ખાનગી પાર્ટીઅોને કરાર અાધારે અાપવામાં અાવે છે. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાનગી પાર્ટીને અપાયું છે પણ શિક્ષણ કમિશનર કક્ષાઅેથી મંજૂરી મળી નથી. પૂર્વ પરવાનગીની અપેક્ષાઅે ત્રણ હજાર રૂપિયાના દરે કરાર કરી લેવાયો હોવાનું સામે અાવ્યું છે.

ભુજની અાર. અાર. લાલન કોલેજ દ્વારા સ્પોર્ટ વલ્ડને ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપયોગ માટે અપાયો છે, જેનુ માસિક ભાડુ ત્રણ હજાર રૂપિયા નક્કી કરાયું છે. લાલન કોલેજ દ્વારા શરતો સાથે ગ્રાઉન્ડ ભાડે અાપી દેવાયું છે પણ શિક્ષણ કમિશનર તરફથી ગ્રાઉન્ડ ભાડે અાપવા માટે કોઇ મંજૂરી મળી નથી. કુલદીપ સોઢાઅે અાર.ટી.અાઇ. હેઠળ માંગેલી માહિતીમાં લાલન કોલેજે જણાવ્યું હતું કે, ક્રિકેટ ગ્રાઉન્ડની ફાળવણી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની પૂર્વ મજુરીની અપેક્ષાઅે અાપવામાં અાવેલી છે.

અામ,ઉચ્ચ શિક્ષણ કમિશનર તરફથી કોઇ મંજૂરી અાપવામાં નથી અાવી તેમ છતાંય ગ્રાઉન્ડની ફાળવણી કરી દેવામાં અાવી છે. અાર.ટી.અાઇ.માં શિક્ષણ કમિશનર તરફથી મંજૂરી મેળવાઇ છે કે કેમ તેના પત્રની માહિતી માંગવામાં અાવી હતી પણ મંજૂરી જ મળી ન હોવાથી પત્ર અાપી શક્યા ન હતા.

શિક્ષણ કમિશનર તરફથી કયારેય મંજૂરી નથી મળી
સુત્રોઅે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની પૂર્વ મંજૂરીની અપેક્ષાઅે ગ્રાઉન્ડ અાપવામાં અાવ્યો છે, અપેક્ષા અેકાદ માસ કે છ માસ સુધીની હોઇ શકે પણ છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ કમિશનર કચેરી તરફથી ગ્રાઉન્ડ ભાડે અાપવા માટે મંજૂરી જ અપાઇ નથી. તો ત્રણ હજાર રૂપિયાના સામાન્ય દરથી કરાર કરીને અેક જ પાર્ટીને ગ્રાઉન્ડ ભાડે અાપવામાં અાવતો હોવાનું પણ સુત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...