અભિવાદન:સેડાતાના સ્નેહમિલનમાં ભુજ ચેમ્બરના સદસ્યોનું અભિવાદન

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં સેતુરૂપ સંસ્થાની સેવા બિરદાવાઇ

ભુજ તાલુકાના સેડાતામાં યોજાયેલા સ્નેહમિલનમાં ભુજ ચેમ્બરે કોરોનાકાળમાં પ્રજા અને સરકાર વચ્ચે કરેલી સેતુરૂપ કામગીરીને બિરદાવી, વિવિધ અેસો.માં નિમણૂક પામેલા ચેમ્બરના સદસ્યોનું બહુમાન કરાયું હતું. ચેમ્બર અોફ કોમર્સ અેન્ડ ઇન્ડસ્ટ્રીઝ-ભુજના પ્રમુખ અનિલ ગોર દ્વારા નૂતન વર્ષના સ્નેહમિલન સાથે ગઝલનો કાર્યક્રમ સેડાતાના હરીરત્ન ફાર્મ ખાતે યોજાયો હતો. ગાયક અતુલ બ્રહ્મભટ્ટ અને કીર્તન શુક્લાઅે અવનવી ગઝલ રજૂ કરી શ્રોતાઅોને ડોલાવ્યા હતા.

ચેમ્બર પ્રમુખ ગોર દ્વારા સાંસદ વિનોદ ચાવડા, વસંતભાઇ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા અને જનક ગોર દ્વારા ભુજ પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરનું બહુમાન કરાયું હતું. ત્યારબાદ ચેમ્બરના જુદા-જુદા અેસો.ના સભ્યો કે, જેઅો વિવિધ સંસ્થાઅોમાં વરાયા છે, જેમાં ગુજરાતી સમાજ પ્રમુખ રાજેન્દ્ર ટાંક, કચ્છ બુલિયન ફેડરેશન પ્રમુખ જગદીશ ઝવેરી, વાગડ બે ચોવિસીના પ્રમુખ ભદ્રેશ દોશી, રોટરી વોલસિટી પ્રમુખ રાજેશ માણેકનું અભિવાદન કરાયું હતું.

ઉપસ્થિત મહેમાનોઅે ભુજ ચેમ્બરની કોરોના સમય દરમ્યાન પ્રજા અને સરકાર વચ્ચેની સેતુરૂપ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં તબીબો, વકીલ, વેપારીઅો, યજમાન પરિવારના સભ્યો, ભુજ ચેમ્બરના 55 સભ્ય અેસો.ના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...