કચ્છના રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન આવે છે. કચ્છનું વેરાન રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે.
દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી અંત સુધી હમીરસર તળાવમાં આ પક્ષીઓ વિહરતા જોવા મળે છે.હમીરસરમાં આવેલા વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઉપરાંત અનેક પક્ષીઓ ભુજના હમીરસર તળાવમાં વર્ષો બાદ આવ્યા છે અને કોરોનાકાળ પછી માંડ આવા પક્ષીઓ જોવા મળ્યા છે. પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા વધારે છે. શિયાળાની ઋતુમાં ગ્રેટ પેલિકન જે છેક રશિયાથી અહીં આવ્યા છે તે માર્ચ મહિનામાં અહીંથી ચાલ્યા જશે.
આ પક્ષીઓ 5000 કિલોમીટરનું અંતર કાપીને કચ્છ આવતા હોય છે. અને ઉનાળા દરમિયાન પોતના પ્રદેશ પરત ઈંડા આપવા જતા હોય છે.ખાસ કરીને આ પક્ષીઓ હમીરસર તળાવમાં માછલાં આરોગવા માટે પણ આવતા હોય છે.
125 જાતના પક્ષીઓ જોવા મળે છે: પક્ષીવિદ્દ
જાન્યુઆરી મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થાય છે. ભુજના હમીરસરમાં ગ્રેટ વ્હાઈટ પેલિકન, બ્રાઉન પેલિકન, ડાલમેશન પેલિકન, પોઇન્ટેડ સ્ટોર્ક, ગ્રે હેરોન, લિટલ બ્લુ હેરોન, સ્પોટેડ વ્હિસ્લિંગ ડક, મારબલ ડક, પ્લોવર, રેડ વેટલેડ લેપવિંગ, લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો સહિતના સવાસો પ્રજાતિના પક્ષીઓ દેખાય છે તેવું જાણકાર પક્ષી નિરીક્ષકોએ જણાવ્યું હતું. સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે. તેમના મતે અહીં 125 જાતના પક્ષીઓ જોયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.