કામગીરી:નાડાપા તોડ પ્રકરણમાં કથિત પત્રકારોના વધુ એક દિના રિમાન્ડ મંજુર

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બે સપ્તાહ અગાઊ નાડાપાના શખ્સને ખનીજની ચોકીમાં ફસાવી દેવાની ધમકી આપી પત્રકારની ઓળખ આપી ૧.૨૦ લાખ પડાવી લેવાના કેસમાં બે કથિત પત્રકારોની ધરપકડ થયા બાદ પોલીસને બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. શુક્રવારે કોર્ટમાં રજુ કરાતા વધુ એક દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા.ભુજનો જયદીપગીરી ગુંસાઇ અને માધાપરનો ભાવેશ ડાંગર બંને જણાએ સ્વતંત્રભૂમિ સમાચારનો ઓળખકાર્ડ બતાવી ખનીજની ચોરીમા ફીટ કરાવી વાહનો કબજે કરાવવાનો દમ મારીને વાડી માલિક પાસેથી ૧.૨૦ લાખ કબજે કરી લીધા હતા

જે સમગ્ર બનાવ એસપી પાસે પહોંચ્યા બાદ પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો, ભાવેશ ડાંગરે આગોતરા જામીન માટે અરજી કરી હતી જે નામંજુર થતા બંને જણા પોલીસની શરણાગતી સ્વિકારી હતી. પોલીસે બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા, જે બે દિવસના રિમાન્ડ પુર્ણ થયા બાદ શુક્રવારે ફરીથી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે એક દિવસના ફર્ધર રિમાન્ડ મંજુર કર્યા હતા. આ અંગે પદ્ધર પોલીસ મથકના એસ આર જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી બાઇક, મોબાઇલ અને સિમકાર્ડ સહિતની મતા કબજે કરાઇ છે પણ ગુનામાં પડાવાયેલી રોકડની હજુ રિકવરી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...