તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Government Secondary School Complex At Naththarkui, Nakhtrana Constructed At A Cost Of Rs. 3 Crore Was Inaugurated By The Minister Of State

લોકાર્પણ:નખત્રાણાના નથ્થરકુઇ ખાતે રૂ ત્રણ કરોડના ખર્ચે નિર્મિત સરકારી માધ્યમિક શાળા સંકુલ રાજ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માળના સુવિધાયુક્ત સંકુલનું જિલ્લા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું

પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નથ્થરકૂઈ ગામે શિક્ષણ માળખું મજબૂત બનાવવા હેતુ તંત્ર દ્વારા રૂ. 2 કરોડ 90 લાખના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું નવ નિર્મિત સંકુલ જિલ્લા પદાધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સાધન સામગ્રી સહિત સુવિધાયુક્ત વિશાલ શાળા સંકુલથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અતિ મહત્વનું બની રહેવાનો વિશ્વાસ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.

નથરકુઇ ગામ ખાતેના શાળા સંકુલનું લોકાર્પણ રાજ્યમંત્રી વાસણ આહિરના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાસણ આહિરે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 કરોડ 90 લાખના ખર્ચે નવ નિર્મિત શાળાની સુવિધા વધારનારા ગ્રાઉન્ડફ્લોરના ક્લાસરૂમ, પ્રિન્સિપલ રૂમ લાઈબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, વોટર રૂમ અને જેન્સ-લેડીઝ ટોયલેટ તેમજ સેકન્ડ ફ્લોર પર વિવિધ વર્ગ ખંડોનું સાંસદ વિનોદભાઈ ચાવડા અને પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, દિલીપ દાદા કાપડી, કાનજી દાદા કાપડી, ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ ગામના સરપંચ, રાજકીય, સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શાળા સંકુલના નિર્માણ બદલ નથરકૂઈના ગ્રામજનો સાથે આજુબાજુના ગામના લોકો હાજર રહ્યા હતા અને ગામને શિક્ષણ માટે સુવિધાયુક્ત શૈક્ષણિક સંકુલ મળવા બદલ ગ્રામજનોએ હાજર રહેલા સર્વે રાજકી મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...