તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક જિલ્લા પસંદગી થઈ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેઈટિંગ લિસ્ટ-2માં સમાવિષ્ટ ઉમેદવારો માટે પ્રક્રિયા
  • ફરજિયાત ઓન લાઈનમાં ન જોડાનારા આપોઆપ બાકાત

સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ 2019/20માં ક્વોલિફાઈડ વેઈટિંગ લિસ્ટ-2માં સમાવિષ્ટ ઉમેદવાર માટે અોન લાઈન જિલ્લા પસંદગી 7મી જુલાઈથી શરૂ થઈ ગઈ હતી. બીજા તબક્કામાં અોન લાઈન શાળા ફાળવણી કરવામાં અાવશે. જેની અલગથી માર્ગદર્શક સૂચનાઅો અપાશે.

વિષયવાર, કેટેગરીવાર ઉપલબ્ધ જગ્યાઅો અને વઈટિંગ લિસ્ટમાં ઉપલબ્ધ ઉમેદવારોના પ્રમાણમાં સરકારી માધ્યમિકનું ક્વોલિફાઈડ વેઈટિંગ લિસ્ટ-2 કાર્યરત કરાયું હતું, જેમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારની સામે તેમની પસંદગી કઈ કેટેગરીમાં થયું છે તેની વિગતો દર્શાવાઈ હતી. જેમને અેસ.અેમ.અેસ.થી જાણ પણ કરી દેવાઈ હતી.

ઉમેદવારોઅે પોતાની અોનલાઈન જિલ્લા પસંદગી અાપવાની હતી. જે 7મી જુલાઈના સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યચા સુધી વેબસાઈટ પર જિલ્લા પસંદગી અાપવાની હતી. તમામ ઉમેદવારોઅે ફરિજયાતપણે અોનલાઈન જિલ્લા પસંદગી અાપવાની હતી.

અોન લાઈન જિલ્લા પસંદગી ન અાપનારા ઉમેદવાર ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક્ક જતો કરવા ઈચ્છે છે અેમ માની લેવાયું હતું. હવે બીજા તબક્કામાં અોન લાઈન જાણકારી બાદ ખબર પડશે કે કચ્છમાં કેટલા પસંદગી પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...