રોજગારી:સરકારી ઇજનેરી કોલેજના છાત્રોને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી અપાશે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની કોલેજ અને ફોકિઆ વચ્ચેના એમઓયુનો ડિસેમ્બરથી અમલ

વાયબ્રન્ટ ગુજરાત-2022 સમીટ અંતર્ગત ગુજરાતના ટેકનીકલ એજ્યુકેશન વિભાગ વતી સરકારી ઇજનેરી કોલેજ, ભુજ અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઅા) વચ્ચે તા.15/11/21, સોમવારના વ્યુહાત્મક ભાગીદારી માટેના થયેલા અેમઅોયુ મુજબ સરકારી ઇજનેરી કોલેજના છાત્રોને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી અપાશે અને તેનો અમલ ડિસેમ્બરથી કરાશે.

આ અેમઅોયુ કરવા પાછળનો મુખ્ય ઉદેશ સરકારી ઇજનેરી કોલેજ-ભુજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન, તાલીમ, નિષ્ણાત વ્યાખ્યાન તેમજ કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉપરાંત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય એવી ઇન્ટર્નશિપ માટેનું આયોજન તેમજ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થયેથી ફોકિઅા સાથે સંલગ્ન ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

અત્રે અે પણ નોંધવું રહ્યું કે, આ અેમઅોયુ મુજબ અમલવારી ડિસેમ્બર-2021થી કરવામાં અાવશે. અેમઅોયુ પર હસ્તાક્ષર સરકારી ઇજનેરી કોલેજ, ભુજના આચાર્ય પ્રો. ભાવિક સુથાર, ફોકીઅાના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તલકશી નંદુ દ્વારા કરાયા હતા. આ પ્રસંગે કોલેજના પ્રો.મહિપાલસિંહ ઝાલા, પ્રો. આર.બી. રાવલ તેમજ ફોકિઅાના જીગર મકવાણા, માધવી માલવિયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...