તસ્કરોએ હાથ માર્યો:ભુજમાં ધોળા દહાડે બંધ મકાનમાંથી સોનાના દાગીના મળી 18 હજારની ચોરી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 હજારના દાગીના, 5 હજારનું ટીવી અને ઘડિયાલ ઉઠાવી ગયા

પશ્ચિમ કચ્છમાં તસ્કરોને કાયદાનો કોઇ જ ખોફ ન હોય તેનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. રાત્રી સમયે ચોરીના બનાવોને અંજામ આપતા હતા હવે ધોળા દહાળે પણ ચોરીની ઘટના બની રહી છે. ભુજના મુન્દ્રા રોડ પર આવેલા ભક્તિ પાર્ક ખાતે સવારે બંધ મકાન નકુચો તોડી કોઇ અજાણ્યા શખ્સો અંદરથી સોનાના દાગીના ટીવી અને ઘડિયાલ સહિત 18,500ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર ઘટના અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે રમાબેન રોહિતભાઇ માકડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરીનો બનાવ સવારે સાડા નવ વાગ્યાથી બાર વાગ્યા વચ્ચે બન્યો હતો. તેઓ બહાર ગયા હતા ત્યારે તેમના બંધ ઘરના દરવાજોના તાળાનો નકુચો તોડીને કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ કરીને રૂપિયા 5 હજારની કિંમતનું 32 ઇચનું ટીવી, કબાટમાં રાખેલા સોનાના બુટીયા કિંમત રૂપિયા 13 હજાર અને રૂપિયા 500ની કિંમતનું કાંડા ઘડિયાલ મળીને કુલ રૂપિયા 18,500નો મુદામાલ ચોરી કરી ગયા હતા. બનાવની પોલીસે નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ ટી.એચ.પટેલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...