તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Goddess worshiping Families Who Have Been Self sufficient For Years By Planting Lemons And Chillies Have Become Pathfinders For Others.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સેવા:આત્મનિર્ભર બની વર્ષોથી લીંબુ-મરચા લગાવી રોજગારી રળતા દેવીપૂજક પરિવારો અન્યો માટે બન્યા છે પથદર્શક

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અશિક્ષિત કહેવાતા સમાજમાં પણ જીવંત છે સારી સમજ
 • જે વિસ્તાર અસામાજિક કામ માટે બદનામ છે ત્યાં વસે છે મહેનતકશ કુટુંબો

જૂના રેલવે સ્ટેશન પાસેનો એવો વિસ્તાર કે જે અસમાજિક પ્રવૃત્તિ માટે બદનામ છે, ત્યાં એવા પરિવારો પણ છે કે, જેઓ માત્ર મહેનતનું રળી લે છે અને જીવન નિર્વાહ કરે છે. દેશલસર તળાવ સામે આ વિસ્તારમાં દેવીપૂજક સમાજના લોકો રહે છે. દેશી દારૂ અને જુગાર માટે જાણીતા એવા આ રહેણાંકો વચ્ચે એક શેરી એવી છે કે જ્યાં વાવ-થરાદથી પેઢીઓ પહેલા ભુજ વિસ્થાપિત થયેલા પરિવારો રહે છે. મહેનતનું કામ કરી અને જીવન ગુજારે છે.

દર શનિવારે દુકાન કે ઘરના ઉંબરે લીંબુ મરચા બાંધવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. નજર ન લાગે તે માટે આ ધાર્મિક માન્યતા છે. જેઠાલાલ દેવીપૂજકના જણાવ્યા મુજબ ભુજમાં પાંચ હજારથી વધુ દુકાન-ઘર હશે, જ્યાં આ રિવાજને અનુસરે છે. અમારા પંદરથી વીસ પરિવાર એવા છે કે જેઓ શુક્રવારે દિવસભર કોલસો,લીંબુ અને મરચાને દોરામાં પરોવી શનિવારે વહેલી સવારે દુકાને અને ઘરે પહોંચાડી આવે છે. કુલ મહિને બે થી ત્રણ લાખનો આ પરિવારો વચ્ચે વેપાર થઈ જાય છે. મહેનતથી કમાઈ અને સંતોષ સાથે પરિવાર નિભાવતા અન્ય પરિવારો માટે ઉદાહરણરૂપ છે. શુક્રવાર અને શનિવાર સિવાયના દિવસોમાં પણ નાના-નાના ધંધાઓ કરીને ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો