તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સંક્રમણની બીક વિના દર્દીઓની મદદે આવનારાને જી.કે. હોસ્પિટલમાં પ્રવેશબંધી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની પોલ પાધરી પડવાના ડરે દરવાજા બંધ કરી દેવાયા
 • યોગ્ય સારવાર ન મળતી હોવાની રાવને પગલે દોડી ગયા હતા

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના સાૈથી વધુ દર્દીઅો લઈ રહ્યા છે. જેમના હમદર્દ બનીને રફીક મારા મદદરૂપ થઈ રહ્યા છે. પરંતુ, તેમને છેલ્લા 2 દિવસથી જી. કે. જનરલ હોસ્પિટલમાં પ્રવેશ અાપવામાં અાવતો નથી, જેથી કલેકટર પાસે મંજુરી અપાવવા રજુઅાત કરાઈ છે.રફીક મારાઅે જણાવ્યું હતું કે, તેઅો 9 વર્ષથી જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઅોને ઉપયોગી સેવા અાપી રહ્યા છે. કોરોનાની મહામારી દરમિયાન છેલ્લા 12 માસથી તેમની ટીમના સભ્યો દર્દીઅોને તમામ પ્રકારે મદદરૂપ થઈ રહ્યા છે.

પરંતુ, છેલ્લા બે દિવસથી તેમને અને તેમની ટીમના સભ્યોને જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રવેશ અાપવામાં અાવતો નથી. જાત તપાસ કરતા જાણવા મળ્યું છે કે, અંદર અાર.અેસ.અેસ.ના સ્વયં સેવકોઅે પ્રવેશબંધી કરાવી છે. કોરોનાના દર્દીઅો અને તેમના વાલીઅો કોલ ઉપરાંત રૂબરૂ મળીને ફરિયાદ કરી રહ્યા છે કે, જી. કે. જનરલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર અપાતી નથી, જેથી સંબંધી દર્દીઅોની સ્થિતિ જાણી મદદરૂપ થવા અંદર જવા કોશિષ કરી હતી. પરંતુ, અંદર જવા દેવામાં અાવતા નથી.

અદાણી મેનેજમેન્ટના અધિકારીથી વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને પરમીશન અાપવાની અોથોરીટી નથી. કલેકટર કચેરીઅેથી અાર.અેસ.અેસ.ના સ્વયં સેવકોને જ મંજુરી અપાઈ છે. અાર.અેસ.અેસ.ના સ્વયંસેવકો છેલ્લા 3 દિવસથી જી. કે. જનરલ હોસ્પિટલમાં અાવે છે. તેઅોને હોસ્પિટલના પ્રાંગણમાં તંબુ બાંધીને બેસવાની મંજુરી અાપવામાં અાવી છે. અેટલું જ નહીં પણ કંટ્રોલ રૂમમાં પણ તેઅોઅે કબજો જમાવી લીધો છે. તેઅો મદદરૂપ થાય અેમા વાંધો નથી. પરંતુ, અમને મદદરૂપ થવા દેવામાં શા માટે નથી અાવતા.

તંત્ર પારદર્શિતાથી ગભરાય છે શા માટે
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટરે કોરોના સંદર્ભે જુદી જુદી કચેરીઅોના અધિકારીઅો અને કર્મચારીઅોની વિવિધ સમિતિઅો રચી છે. જેઅોને માધ્યમોને માહિતી ન અાપવા સ્પષ્ટ અાદેશ કરી દેવાયો છે. બીજી તરફ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઅોને મદદ રૂપ થતા રફીક મારાને પ્રવેશબંધી ફરમાવી દીધી છે, જેથી પ્રશ્ન થાય છે કે, તંત્ર પારદર્શિતાથી ગભરાય છે શા માટે. શું પોલ પાધરી પડવાની બીક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો