તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • G.K. The Blood Bank, Which Started Two Decades Ago At The General Hospital, Is Today The Largest And Oldest Unit In Kutch.

વિશ્વ રક્તદાતા દિવસ:જી.કે. જનરલ હોસ્પિટલમાં બે દાયકા પૂર્વે શરૂ થયેલી બ્લડબેંક આજે કચ્છનું મોટું અને જૂનું યુનિટ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • બે રૂમ સાથે શરૂ થયેલી બ્લડબેંક 10 રૂમમાં કાર્યરત

સમગ્ર વિશ્વમાં 14મી જૂનના રોજ મહાન વૈજ્ઞાનિક અને નોબલ પારિતોષિક વિજેતા કાર્લ લેંકસ્ટેનર જેમણે બ્લડગ્રૂપ સિસ્ટમથી દુનિયાને વાકેફ કર્યા તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાતાઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે.

જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંકના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયએ કહ્યું કે, હોસ્પિટલમાં ચોવીસ કલાક બ્લડની આવશ્યકતા રહે છે. જેમાં નિયમિતપણે થેલેસેમિયા, ડાયાલીસીસ, જનરલ સર્જરી અને પ્રસૂતિ માટે સતત માંગ હોય છે. તેમણે કહ્યું કે, આજથી 20 વર્ષથી પણ અગાઉ જી.કે.માં માત્ર બે રૂમમાં કચ્છની પ્રથમ બ્લડબેંક શરૂ કરવામાં આવી. જે આજે જિલ્લા સ્તરનું એક મોટું યુનિટ બનીને 10 રૂમની બ્લડબેંકમાં ફેરવાઇ ગયું છે. અહી, વૈજ્ઞાનિક પધ્ધતિથી જુદા જુદા રક્ત ઘટકો જેમ કે, આર.સી.બી., પ્લાઝમા અને પ્લેટલેટ્સને વિભાજિત કરવાની ક્ંપોનેંટસ સુવિધાઓ છે. જેથી આવશ્યક દર્દીને જરૂરી ઘટકનું બ્લડ આપી શકાય. હોસ્પિટલમાં 900 યુનિટ બ્લડની સંગ્રહશક્તિ કરી શકાય છે.

બ્લડબેંકના કાઉન્સિલર દર્શન રાવલે વિશેષ માહિતી આપતા જણાવ્યુ હતું કે, જી.કે. ઉપરાંત કચ્છના 9 તાલુકા મથકોના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર તૈયાર કરાયુંં છે. જેની માતૃસંસ્થા જી.કે. જનરલ હોસ્પિટલ છે. આ ઉપરાંત જી.કે.ની બ્લડ જરૂરિયાત આવશકયતા માટે સ્થાનિકે તથા કચ્છમાં વહીવટીતંત્ર, ગ્રામ, સામાજિક,સ્વૈચ્છિક સંસ્થાઑ, અને ઔધોગિક ગ્રહોના સહકારથી શિબિર યોજી રક્તદાતાઓ લોહીનું દાન કરે છે.

રક્તની આવશ્યકતા ઊભી થાય અને કટોકટી સર્જાય તો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું એક ગ્રૂપ બનાવા્યું છે. જેમના મારફતે કોઈપણ તબક્કે રક્તની ઇમરજન્સીને પહોંચી વળવામાં આવે છે. આ ઉપરાંત રક્તદાતાઓનું એક વ્હોટસેપ ગ્રૂપ પણ બનાવાયું છે. જેઓ જી.કે. હોસ્પિટલને રક્ત માટે મદદરૂપ થાય છે.

રક્તદાન વિશે ગેરમાન્યતાથી દૂર રહો
18 વર્ષથી વધુ ઉમરના અને 60 વર્ષની વય સુધીના તથા 45થી વધુ વજન ધરાવતી કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. સ્વસ્થ વ્યક્તિ માટે તો રક્તદાન સુરક્ષિત છે. પરંતુ, કેટલીક એવી ગેરસમજ પ્રવતે છે. જેમકે રક્તદાનથી લોહી ઘટે છે. એ ખોટી વાત છે પરંતુ, લોહી નવું બને છે. બ્લડપ્રેશરના દર્દી પોતાના બી.પી.ને દવાથી નિયંત્રિત કરતાં હોય તો તેઓ પણ રક્તદાન કરી શકે છે. સામાન્ય રોગ માટે દવા ચાલુ હોય તો રક્તદાન કરી શકાય છે. રક્તદાનમાં બહુ સમય લાગતો નથી. કોઈ સંક્રમણ થતું નથી. કોરોનાની રસી લીધા બાદ 14માં દિવસે રક્તદાતા રક્તદાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...