તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:જી.કે. જનરલ હોસ્પિટલમાં ભુજના 95 વર્ષીય વડીલે કોરોનાને મારી લપડાક

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સામે સચેત રહીને બીમારીથી ન ડરવા કરી અપીલ

કોરોના થાય નહીં એ માટે તમામ સાવચેતી લેજો અને તેમ છતાં થઈ જાય તો જરાય ગભરાશો નહીં. આપણાં ડોક્ટરો અને ઉપરવાળો બધાનું ભલું કરશે એવો સંદેશ ભુજના 95 વર્ષીય વડીલે જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર લઇને કોરોનાને જબ્બરદસ્ત લપડાક ફટકારતાં આપ્યો હતો. ભુજના વયોવૃધ્ધ ખીમજી વિશ્રામ હિરાણી કોવિડથી સંક્રમિત થતાં દાખલ થયા. તબીબોને તેમનો અહેવાલ તૈયાર કરતા જાણવા મળ્યું કે, તેમને ડાયાબિટીસ પણ હતું. ઉમર અંગે સાવચેતી રાખી તેમની આર આઈ.સી.યુ.માં સારવાર શરૂ કરવામાં આવી.

પ્રારંભે તેમને ઓક્સિજનની ખામીની અસરને ધ્યાનમાં લઈ હાઇફલો નેઝલ કેન્યુલા ઉપર રાખવામા આવ્યા હતા. ત્યારપછી તેમની તબિયત સકારાત્મક પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. બ્રધર પ્રવીણ દવેએ કહ્યું કે, વડીલને 11 દિવસ સુધી આવી ઑક્સીજન સંલગ્ન સારવાર તેમજ તેમની ઉમરને ધ્યાનમાં લઈ તમામ સાવચેતી સાથે ઘરે જવા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી વિદાય લેતા વરીષ્ઠે સારવારને બિરદાવતાં તમામ ડોક્ટર્સ, નર્સ અને દરેકને હજાર હાથવાળો શક્તિ આપે એવા આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો