તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • GK Of Bhuj One Thousand Tests And A Large Amount Of Water Saving Machine Were Commissioned In An Hour At The General Hospital

આરોગ્ય સુવિધા:ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં એક કલાકમાં એક હજાર ટેસ્ટ અને પાણીનો મોટો જથ્થો બચાવતું યંત્ર કાર્યરત કરાયું

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિટ્રોસ-5600 દ્વારા એક સાથે 180 ટેસ્ટ કરી શકે તેવું મશીન એકમાત્ર જી.કે.માં
  • વિટામિન ડી-3, બી-12, કાર્ડિયાક માટે ટ્રોપોનીની - આઈ આયર્ન પ્રોફાઇલ, હોર્મોન્સ જેવા કે, એફ.સી.એચ સહિતના ટેસ્ટ કરી શકાશે

જી.કે. જનરલ હોસ્પિટલમાં કચ્છના દૂર-સુદૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ જુદા જુદા રોગના રિપોર્ટ(ટેસ્ટિંગ) કરાવી સમયસર અને અનુકૂળતાએ પોતાના ગામમાં પહોંચી શકે એ હેતુસર એક કલાકમાં એક હજાર જુદા જુદા પરિક્ષણ કરતું વિટ્ર્સ- (5600) ઉપકરણ વસાવ્યું છે. ઝડપી ટેસ્ટિંગ કરતું અને પાણીનો બચાવ કરતું એકમાત્ર સાધન સમગ્ર જીલ્લામાં એકમાત્ર જી.કે. જ્નરલમાં છે.

આ વિટ્રસ-5600 ઉપકરણની ખૂબી એ છે કે, અન્ય લેબ યંત્રની માફક આમાં પાણીની જરૂર નથી પડતી. આ મશીનથી દરરોજ પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે. સામાન્ય રીતે દર કલાકે 20 લિટર પાણી ખપાવતા અન્ય મશીનોની સરખામણીમાં આ વિટ્રસ જો દિવસ આઠ કલાક દરમિયાન ચાલે તો પ્રતિ માસે પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે.

ઉપરાંત વિટ્રસ-5600માં માત્ર સાદું પાણી જ નહીં પરંતુ, શુધ્ધ પાણી (આર.ઑ) આવશ્યક છે. અને આવું એક લિ. શુધ્ધ પાણી બનાવવા બીજું 12 લિટર પાણી વેસ્ટ જતું હોય છે. આમ, એક લિટર પાણી બનાવવા બીજું 12 લિટર પાણી જરૂરી ડ્રાય કેમેસ્ટ્રી સિધ્ધાંત ઉપર કામ કરતા ઉપકરણથી ડ્રેનેજ જેવી સિસ્ટમથી છૂટકારો મળે છે. લેબોરેટરીની ઉચ્ચ ગુણવત્તા નિભાવવા અને નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ (NABL)ની ગાઈડલાઇન મુજબ કામ કરતાં આ ઉપકરણથી એક કલાકમાં માત્ર એક હજાર ટેસ્ટ જ નહીં પરંતુ, જુદા જુદા 180 ટેસ્ટ એક સાથે કરે છે.

આ ટેસ્ટમાં સામાન્ય ઉપરાંત વિટામિન ડી-3, બી-12, કાર્ડિયાક માટે ટ્રોપોનીની - આઈ આયર્ન પ્રોફાઇલ, હોર્મોન્સ જેવા કે, એફ.સી.એચ, એલ-એચ, પ્રોલેક્ટિન અને બી- એચ.એલ.જી. છે. ઉપરાંત કોવિડ માટે ડી- ડાયમર, સી.આર.પી. પીસીટી, પણ ચકાસાય છે. જ્યારે તમામ કિડની પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ પણ આવરી લેવાય છે. એમ, લેબ ઇન્ચાર્જ માનસી ઠક્કરે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...