તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશંસા:ભુજની જી.કે. હોસ્પિટલમાં RSS દ્વારા થતી કામગીરીની પ્રશંસા કરતા મુસ્લિમ બિરાદરનો વીડિયો વાઈરલ

ભુજ3 મહિનો પહેલા
  • ખાનગી અને સરકારી દવાખાનામાં સારવાર બાદ મુન્દ્રાના મુસ્લિમ ભાઈ થયા સ્વસ્થ

એકતામાં અખંડતા, સૂત્ર ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ સરકારી હોસ્પિટલમાં સાર્થક થતું જોવા મળ્યું હતું. મુન્દ્રા તાલુકાના ભરેશ્વરના વતની અને મુન્દ્રા ખાતે રહેતા 54 વર્ષીય મહેબૂબ રજબઅલી ખોજા કોરોનાની સ્વસ્થ બન્યા બાદ , સારવાર દરમ્યાન સહયોગી બનેલી વિવિધ સંસ્થાઓ અને જી.કે.ના તબીબોનો એક વીડિયો મારફત આભાર વ્યક્ત કર્યો હતો. તેમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેમાં સેવા આપતી આર.એસ.એસ. સંસ્થાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. જેના કારણે કોમી એખલાસ ધરાવતા કચ્છ મુલકમાં આ વીડિયોને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે.

કોરોના બીમીરીથી સ્વસ્થ બનેલા મહેબૂબભાઈ વીડિયોમાં કહી રહ્યા છે કે હું કોરોના સંક્રમિત થયો હતો. પ્રથમ હું ખાનગી દવાખાને ઈલાજ કરાવવા દાખલ થયો હતો. ત્યાં સારી સારવાર મળી, તેની સાથે સમાજની ઇસ્લામ સંસ્થા દ્વારા મને ખુબ સહયોગ મળ્યો હતો. અને વધુ સારવાર જણાતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં મને દાખલ કરાવ્યો. જ્યાં જી.કે.ના તબીબો અને સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવમાં આવી. તેની સાથે જી.કે. હોસ્પિટલમાં સેવા આપતી નામી અનામી સંસ્થાઓ જેમાં આર.એસ.એસ. સંસ્થા અને તેમના પ્રમુખ વિવેકભાઈ વગેરે દ્વારા મને ખુબ સાથ સહકાર મળ્યો. વિવેકભાઈ દિવસમાં ત્રણ વખત મારી પુચ્છા કરવા આવતા, પરિવાર સાથે વીડિયો કોલિંગ કરાવી, વાત કરાવી આપતા. જી.કે હોસ્પિટલ, જી.કે.ના તબીબો, સ્ટાફ સર્વેનો આભાર. હું ચાહું છું કે કોઈને કોરોના ના થાય, પણ જો થઈ જાય તો ભુજની જી.કે.સરકારી હોસ્પિટલ ખૂબ સારી છે. સારી સારવાર થાય છે.

આમ એક સમયે કાબુ બહાર ગયેલા કોરોનાથી, એક સામટા દર્દીઓનો દાખલ થવા ઘસારો થતા જી.કે.હોસ્પિટલ ઉપર અનેક આક્ષેપો ઉઠ્યા હતા. પરંતુ હવે અન્ય કોવિડ હોસ્પિટલ ઉભી થઇ જતાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા જી.કે. અને તેમાં સેવા આપતો આર.એસ.એસ. સંસ્થાના સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયેલા વીડિયોની દરેક સમાજના લોકો પ્રશંસા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...