તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વં તૈયારી:કોરોનાની ત્રીજી લહેરના સામના માટે જી.કે. હોસ્પિટલનો બાળ વિભાગ સજ્જ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહામારીની સંભવિત લહેર બાળકોને પણ અસર કરી શકે તેવો નિષ્ણાતોનો મત

કોરોનાની બીજી લહેર અત્યારે શાંત થતાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, ત્રીજી લહેર વિષે તબીબો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો સંભાવના દર્શાવી રહ્યા છે. સંભવિત પરિસ્થિતિ મુજબ તૈયાર રહેવા માટે સૂચવેલા દિશા નિર્દેશ મુજબ ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ પણ તૈયારીમાં પરોવાઈ ગઈ છે. ખાસ કરીને બાળ વિભાગને કોવિડની સારવાર માટે સજ્જ કરાઇ રહ્યો છે. ત્રીજી લહેર બાળકોને અસર કરી શકે છે એવી વિશેષજ્ઞોએ વ્યક્ત કરેલી શક્યતાને પગલે સંચાલકોએ આ બાબતને ટોચ અગ્રતા આપી પગલાં ભરવાનું શરૂ કર્યુ છે.

કલેક્ટર અને વહીવટીતંત્રે પણ હોસ્પિટલને સહાયભૂત થવા દર્શાવેલી તત્પરતાને કારણે ત્રીજી લહેરના સામના માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઇ છે તેમ ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણીએ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, અત્યારે બાળક અને નવજાત શિશુ ત્રીજી લહેર માટે સંવેદનશીલ મુદ્દો હોવાથી બાળ વિભાગ સુસજ્જ થાય તે માટે હાલ 102 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 20 એન.આઈ.સી.યુ, 20 પી.આઈ.સી.યુ., 42 પથારી સાથે બાળકના વોર્ડ અને 20 પથારી શંકાસ્પદ કેસ માટેની તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

એવી જ રીતે વહીવટીતંત્ર પાસેથી સી.પેપ, વેન્ટિલેટર તથા મોનીટર તેમજ આનુષંગિક ઉપકરણો મળે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ત્રીજી વેવમાં બાળકો ઉપરાંત ગર્ભવતી મહિલાને પણ અસર થઈ શકે છે. એવી સંભાવના ઉપર વિચારીને સગર્ભા માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી દવા, જગ્યા અને બાળ વિભાગને આવશ્યકતા મુજબ સજ્જ કરવા નક્કી કરવામાં આવ્યું છે.અત્રે નોંધનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે જિલ્લાના વહીવટી તંત્રે પણ આગોતરા આયોજન સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બાળ વિભાગ માટે ખાસ તાલીમ આપવામા આવશે
જનરલ હોસ્પિટલમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ હોવાથી એ મુજબ વ્યવસ્થા ગોઠવાઈ હતી. અત્યારે પ્રાણવાયુના 4 પ્લાન્ટ અને એક લિક્વિડ ટેન્ક ઉપલબ્ધ છે. તો બીજી તરફ નવો સ્ટાફ વધારવા તેમજ નર્સિંગ સ્ટાફને ત્રીજી વેવ માટે ખાસ કરીને પીડિયાટ્રિક વિભાગમાં કામ કરવા માસ તાલીમ પણ અપાશે. એમ ડો. હીરાણીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...