રક્તદાન:જી.કે. હોસ્પિટલ દ્વારા ગત મહિને 2.66 લાખ સી.સી. રક્ત એકત્રિત

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 કેમ્પ અને ઇનહાઉસમાં 762 દાતાઓ મારફતે રક્તદાન થયું

જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર-2021 દરમિયાન કચ્છમાં વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરીને તેમજ હોસ્પિટલમાં ચાલતી બ્લડબેંકના માધ્યમથી જુદા-જુદા 762 દાતાઓ મારફતે 2 લાખ 66 હજાર 700 સી.સી. રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, હોસ્પિટલના ગાયનેક સહિત જુદા જુદા વિભાગોને લોહીની જરૂર પડતાં 1300 જેટલી બેગ્સ આપી સરળ રીતે સર્જરી પાર પાડવામાં આ રક્તદાનની પ્રવૃતિએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ઉપરાંત થેલેસેમિયા,ઈમરજન્સી,એન.આઈ.સી.યુ વિભાગને પણ લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે.ડિસેમ્બર માસ દરમિયાન આ 760 દાતાઓ પૈકી 297 ડોનર સામે ચાલીને હોસ્પિટલની બ્લડબેંકમાં આવી રક્તદાન અંગે જાગૃતિ દર્શાવી હતી. તો બીજી તરફ કચ્છમાં જુદા જુદા સ્થળોએ 7 કેમ્પનું આયોજન 465 બેગ્સ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ માધાપર, કાર્ગો ઈન્ડિયા, મિત્રાંજલી ગ્રૂપ ક.વી.ઑ., મુનિધર ધર્માર્થ ટ્રસ્ટ, જૈન જાગૃતિ રાપર, ભુજનો એસ.ટી. સ્ટાફ તેમજ ઇંડિયન રેડક્રોસ દ્વારા કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ માટે રક્ત એકત્રિત કરવામાં મદદરૂપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...