તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગૌવંશ માટે પાંજરાપોળોને કાયમી સબસીડી આપો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની સંસ્થા દ્વારા સરકાર સમક્ષ માંગ

કચ્છમાં જીવદયાના ઉદેશ્ય સાથે સંકળાયેલી પાંજરાપોળો અને ગૌશાળાઓ વર્તમાન સમયમાં ગૌવંશને નિભાવ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી સબસીડી આપવામાં આવે તેવી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા સરકારને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

કચ્છ જીલ્લામાં સેવાકીય ઉદેશ સાથે કાર્ય કરતી સંસ્થાઓ કે જેઓ પાંજરાપોળો અને ગૌશાળાઓમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના ગૌ વંશની સેવા કરી રહેલ છે. તેવી દરેક જીવદયાપ્રેમી સંસ્થાઓ વર્તમાન સમયે ગૌવંશને નિભાવવામાં મુશ્કેલી અનુભવી રહિ છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકારે પશુંધન નીભાવવા કાયમી અનુદાન રૂપે સબસીડી આપવી જોઈએ એવી સરકારને ભારપૂર્વક પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

23 વર્ષથી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે સરકારે જુન અને જુલાઈ એમ બે માસ માટે પશુ દીઠ 25 રૂપિયા સબસીડી આપી છે. પરંતુ હવે વર્તમાન સમયમાં નિભાવ માટે કાયમી સબસીડી આપે એ જરૂરી છે. ગૌવંશના કાયમી નીભાવ માટે એક ગૌવંશ દીઠ રૂા. 70ની સબસીડી આપવી જોઈએ. કોરોનાના કારણે દોઢ વર્ષથી પરિસ્થિતિ વિકરાળ બની છે. લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જેના કારણે દાતાઓ પણ આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો સત્વરે આ અંગે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...