માંગ:ગાયોની કતલ અટકાવીને તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ સહીત રાજ્યની ચરિયાણ જમીન પરનું દબાણ હટાવવા રાપરના ધારાસભ્યની રજૂઅાત

કચ્છ સહિત રાજ્યમાં ગાૈચર જમીન પરનું દબાણ દુર કરી, ગાૈવંશની કતલ અટકાવવાની સાથે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અાપવા માગ ઉઠી છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનુ સન્માન આપી સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણ પણે બંધ થાય એ મુખ્ય માંગ સાથે દિલ્લી જંતર મંતર પર ગુજરાતના યુવાન અંર્જુન આંબલિયા શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા છે.

આ લડતમાં જુદા-જુદા સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો તેમજ સાધુ, સંતો પણ સમર્થન આપી રહ્યા છે. હાલે ગુજરાત રાજયમાં ગૌચર જમીનોનું ખુબ મોટા પ્રમાણમાં દબાણ થયું છે, જેના કારણે ગાયોને ચરિયાણ માટે કોઈ જગ્યા રહી ન હોઈ જેથી ગૌચર દબાણો પણ દુર કરવા સાથે દેશના સમગ્ર રાજયમાં ગાય માતાની વસ્તી ગણતરી કરવામાં આવે, રસ્તા પર રઝળતી ગાય માતાનું કતલ કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરી ગાય માતાને સલામત જગ્યાએ રાખવા માટેની વ્યવસ્થા કરીને માં સમાન ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ સાથે રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કચ્છ કલેક્ટર વગેરેને રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...