તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભુજ તા.ના રણકાંધીના ગામોમાં રસીનો પૂરતો જથ્થો આપો

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોરીના ધારાશાસ્ત્રીએ ડીડીઓને કરી રજૂઆત

ભુજ તાલુકાના રણકાંધીએ આવેલા 25 જેટલાં ગામોના લોકો માટે કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો ફાળવવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માગ કરવામાં આવી છે. તાલુકાના ઢોરી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 પથારી સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે જે દર્દીઓ માટે રાહતરૂપ છે.

બીજી લહેર વખતે મારૂં ગામ કોરોના મુક્ત ગામ નામની ઝુંબેશ ચલાવાઇ હતી પણ રણકાંધીના ગામોમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ફાળવાતો ન હોવાથી આ અભિયાનને ધારી સફળતા મળતી નથી. અગાઉ ભીરંડિયારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઢોરી સીએચસીને વેક્સિન આપવામા આવતી હતી જે છેલ્લા એક સપ્તાહથી બંધ કરી દેવાઇ છે પરિણામે સ્થાનિક અને આસપાસના ગામના લોકો રસીથી વંચિત રહી જાય છે.

ઝૂરા, સુમરાસર શેખ, ઢોરી, કુનરિયા, લોડાઇ અને જવાહરનગરના આરોગ્ય કેન્દ્ર તળે ચાર-પાંચ ગામોને સાંકળતા સબ સેન્ટર પણ છે. આ આરોગ્ય કેન્દ્રો પર રસીનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માગ ઢોરીના ધારાશાસ્ત્રી ધનજી મેરિયાએ કરતાં આરોગ્ય કેન્દ્રો અને સબસેન્ટર પર જ રસીકરણની વ્યવસ્થા ગોઠવાય તો લોકોને સુવિધા રહેશે તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...