તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરે કોઈ, ભરે કોઈ:ઘરે રસી પ્રકરણે ગીતા રબારીને ઠપકો અને સુપરવાઈઝરની બદલી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે ચર્ચાસ્પદ પ્રકરણ પર પાણીઢોળ જેવો અંત !
  • મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીઅે તાત્કાલિક અમલવારી કરવાનો કર્યો અાદેશ

કચ્છના મુખ્ય મથક ભુજ શહેરના જોડિયા ગામ માધાપરમાં લોક ગીત ગાયિકા ગીતા રબારી અને તેમના પતિને શનિવારે તેમના ઘરે જઈને રસી અાપનારા માધાપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝની દેશલપર (વાં) પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં બદલી કરવામાં અાવી છે. જેની તાત્કાલિક અમલવારી કરવા મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીઅે અાદેશ પણ કર્યો છે. અામ, ગીતા રબારીને ઠપકા બાદ ફિમેલ હેલ્થ સુપરવાઈઝરની બદલીની કાર્યવાહી થઈ છે.

કચ્છમાં 18થી 44 વર્ષની વય મર્યાદામાં અાવતી વ્યક્તિને અોન લાઈન રજિસ્ટ્રેશનથી કેન્દ્રમાં સ્લોટ મેળવવાનો હોય છે, જેમાં કેટલાય લોકો લોગ ઈન થાય અે પહેલા લોગ અાઉટ થઈ જતા હોય છે. અેટલું જ નહીં પણ પસંદગીનું કેન્દ્ર ન મળવાથી 45 મિનિટથી 2 કલાક સુધીની મુસાફરી કરીને રસી લેવા જતા હોય છે. બીજી બાજુ શનિવારે ગીતા રબારીને તેમના ઘરે જઈને રસી અાપવાની સુવિધા કરી અપાઈ હતી. ગીતા રબારીઅે ટ્વિટરમાં પોસ્ટ કરી બોલતો પુરાવો પણ અાપી દીધો હતો, જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાયા હતા.

જે બાદ તેમણે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનક માઢકનું પૂછાણું લઈને સંબંધિત વ્યક્તિનો ખુલાસો માંગ્યો હતો, જેમાં માધાપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરનો ખુલાસો મંગાયો હતો. જેમણે કોના કહેવાથી અે કૃત્ય કર્યું અેનો ખુલાસો કર્યો ન હતો. બીજી બાજુ ગીતા રબારીને તેમના કૃત્યને અશોભનીય ગણાવીને બીજી વખત અાવું કૃત્ય ન કરવા ઠપકો અપાયો હતો. ત્યારબાદ ગુરુવારે ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ચંદ્રિકા જી. વાઘેલાની ભુજ તાલુકાના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં બદલી કરી દેવાઈ છે, જેમાં જાહેર હિતાર્થે અને વહીવટી કાર્યવાહીને અાધિન ફેરબદલી બતાવાઈ છે.

જ્યાં સ્લોટ બૂક થયો હતો ત્યાં તપાસ કેમ નહીં
માધ્યમોને ગીતા રબારીના પતિ પૃથ્વીઅે જણાવ્યું હતું કે, તેઅોઅે અોન લાઈન રજિસ્ટ્રેશનથી સ્લોટ મેળવ્યો હતો. પરંતુ, અે માધાપરનો ન હતો. જો માધાપર સિવાયના કેન્દ્રમાં સ્લોટ મેળવ્યો હતો અને રસી માધાપરમાં અપાઈ હોય તો જ્યાં સ્લોટ મેળવ્યો હતો અે કેન્દ્રમાંથી પ્રમાણપત્ર અપાયું છે કે, માધાપરમાંથી અપાયું છે. અે પણ તપાસનો વિષય છે. અામ છતાં હજુ સુધી અે દિશામાં કેમ તપાસ થતી નથી. અે પણ અેક રહસ્ય છે. જો સ્લોટ અેક કેન્દ્રમાંથી મેળવ્યો હોય અને રસી બીજા જ કેન્દ્રમાંથી અપાઈ હોય તો અા સમગ્ર પ્રકરણમાં કોઈ અેક વ્યક્તિ સંડોવાયેલી નથી.

અે સ્વયં સ્પષ્ટ થઈ જાય છે. અામ છતાં કોઈ અેક વ્યક્તિને જવાબદાર ઠેરવીને સમગ્ર પ્રકરણને દબાવી દેવા પાછળ કઈ રાજકીય વ્યક્તિ સંડોવાયેલી છે. અે જાહેર કરવું જોઈઅે. કેમ કે, અા પ્રજા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જેનો જવાબ પ્રજાને મળવો જ જોઈઅે. જેનો અાજ નહીં તો કાલ ભાંડો ફૂટે તેવું જણાઇ રહ્યું છે અને અે પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખે માૈન સેવ્યું હતું અે પણ નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...