કાર્યવાહી:GIDC પાસે માર્કેટ યાર્ડ સામેથી શંકાસ્પદ ચોરાઉ 4 લાખનો ઘઉંનો જથ્થો પકડાયો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીઆઇડીસી માર્કેટયાર્ડ સામે આધાર પુરાવા વિના ઘઉંના જથ્થા સાથે પકડાયેલી ટ્રક નજરે પડે છે. - Divya Bhaskar
જીઆઇડીસી માર્કેટયાર્ડ સામે આધાર પુરાવા વિના ઘઉંના જથ્થા સાથે પકડાયેલી ટ્રક નજરે પડે છે.
  • આધારપૂરાવા ન મળી આવતા પોલીસની ટ્રક ચાલક સામે કાર્યવાહી
  • બી ડિવિઝન પોલીસે 4 લાખની ટ્રક અને 400 બોરી ઘઉં સાથે ભુજના ચાલકની કરી અટકાયત

ભુજની ભાગોળે જીઆઇડીસી પાસે માર્કેટ યાર્ડની સામેથી બી ડિવિઝન પોલીસે ગુરૂવારે બપોરે આધારપૂરાવા વિનાની રૂપિયા 3,90,300ની કિંમતની ઘઉંની 400 બોરી ભરેલી ટ્રક સાથે ભુજના આઝાદ ચોકમાં રહેતા અભુ મામદ સુમરા નામના ચાલકની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકમના એએસઆઇ પંકજકુમાર કુસ્વાહને બાતમી મળી હતી કે, જીઆઇડીસી પાસે માર્કેટ યાર્ડની સામે એક ટ્રકમાં આધાર પૂરાવા વિનાના ઘઉંની બોરીઓ ભરેલી છે. જેથી પોલીસે ટુકડીએ સ્થળ પર તપાસ કરતાં બાતમી મુજબની ટ્રક મળી આવી હતી.

ટ્રક ચાલક અભુ સુમરા (ઉ.વ.52)ની અટકાયત કરીને 19,515 કિલો ઘઉંની 400 બોરીઓ તેમજ 4 લાખની ટ્રક સહિત રૂપિયા 7,90,300નો મુદામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઇ તથા સીઆરપીસી કલમ 41(1) (ડી)મુજબ અટકાયત કરીને આ માલ ક્યાંથી લાગ્યો અને કોને આપવાનો હતો તે બાબતે જીણવટભરી તપાસ હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ગોંજીયાના માર્ગ દર્શન હેઠળ એએસઆઇ પંકજ કુસ્વાહ, પૃથ્વીરાજસિંહ ડી.જાડેજા, નવીનકુમાર પી.જોષી, મહિલા પોલીસ દયાબેન આર.રાઠોડ, સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...