સ્થાનિકોમા ભય:વાગડના નાના રણમાં ગેરકાયદે મીઠાના અગરો થકી ઘુડખર હવે ગામમાં પ્રવેશ્યા

ગાગોદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારખાનાના ઘોંઘાટના કારણે ખેતરમાં ગર્દભ આવતા પાકમાં નુકશાની

કચ્છના નાના રણમાં ગેરકાયદે ધમધમતા મીઠાના કારખાનાના કારણે ઘુડખર હવે અભયારણ્યમાં પણ શાંતિથી રહી શકતા નથી.જેથી હવે અભયારણ્ય મૂકીને જંગલી ગધેડા ગામમાં ઘુસી આવીને ખેતરમાં પ્રવેશ કરતા હોવાથી પાકને નુકશાની થતી હોવાનો ભય સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ વર્ષ 2014 માં કેટલાક માથાભારે વ્યક્તિઓ દ્વારા અભયારણ્યની સરકારી જમીન બારોબાર વેચી નાખવામાં આવી હતી. જેના કારણે 30 થી 40 કિલોમીટરના એરિયામાં મીઠાના કારખાના ધમધમે છે. નાના રણમાં માણાબા, થોરિયારી, ભીમદેવકા, રામપરવાંઢ, જોધપરવાંઢ, કાનમેર, સુખપર, વરણું અને કાંઠા વિસ્તારની અંદર મીઠાના અગરો ચાલી રહ્યા છે જેના ઘોંઘાટના કારણે ઘુડખર હવે અભયારણ્યની જમીન મૂકીને ખેતરોમાં ઘુસી આવી નુકશાન કરી રહયા છે.

સરકાર દ્વારા દર વર્ષે ઘુડખરના જતન માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પણ તેનો અહીં છેદ ઉડી રહ્યો છે.ડો.બાબા સાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટ - ગાગોદર અને કાંઠા વિસ્તારની પંચાયતો દ્વારા આ મુદ્દે અગાઉ આંદોલન પણ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...