તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માત્ર દસ ધોરણ સુધી ભણેલો કોઈ કચ્છી એકાવનમાં વર્ષે નાથ સંપ્રદાયને શરણે જઇને સંન્યાસ લે એટલું જ નહીં અયોધ્યાથી ચાલીસેક કિ.મી. દૂર ચૌડા ઘાટ પર સરયુ નદીના કિનારે માથાભારે તત્ત્વોની ધાક વચ્ચે અલખ ધૂણો ધખાવી આશ્રમ ઊભો કરે અને દીન-દુઃખિયાની સેવા કરવા મંડી પડે ત્યારે કોઈપણ કચ્છી માટે ગર્વની વાત છે. આ આશ્રમે મૌની અમાવસ્યા નિમિત્તે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.આ કચ્છી યોગી પુરણનાથજીનું પૂર્વાશ્રમનું નામ કનકસિંહ રામદાસ વેદાંત છે. માંડવીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવ્યું. ગરીબી અને નાણાંના અભાવે આગળ અભ્યાસ કરવાનું શક્ય ન બનતાં તેમણે મુંબઇની વાટ પકડી હતી.
શરૂઆતમાં ‘જનશક્તિ' અને એ પછી ‘મુંબઈ સમાચાર'ના કંપોઝ વિભાગમાં નોકરી કર્યા પછી નાના પાયે પોતાની એક પ્રેસ પણ શરૂ કરી હતી. જો કે જીવન પ્રત્યેનો વૈરાગ્ય અને નાથ સંપ્રદાય પ્રત્યેનું આકર્ષણ શરૂઆતથી જ હતું, તેથી છેક એંસીના દાયકામાં ગોરખપુરની મુલાકાતનો દોર સતત ચાલતો રહ્યો હતો.
પ્રખ્યાત ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજી સમક્ષ સંન્યાસ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો, તો ગુરુજીએ કહ્યું, ‘સંસારની જવાબદારીમાંથી છટકવા માટે સંન્યાસ લેવો હિતાવહ નથી. તારી બબ્બે દીકરીઓનાં લગ્ન હજુ થયાં નથી, તેથી પહેલાં એ જવાબદારી પૂરી કર,પછી ગુરુના શરણે આવજે. દીકરીના લગ્નની જવાબદારી બાદ વનપ્રસ્થાશ્રમની ઉંમરે સન્યાસ લીધો. આજે દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવે છે. ખાસ કરીને માઘ માસના સ્નાન કરવા અહી મોટી સંખ્યામાં ભાવિકો આવે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.