મુલાકાત:આર્મીની ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ મેજરે કચ્છની ક્રીકોનું નિરીક્ષણ કર્યું

ના.સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહિત વાધવાએ ત્રણ કલાક સુધી ક્રીકની માહિતી મેળવી

દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ગોલ્ડર કટાર ડિવિઝનની જવાબદારી બે દિવસ પૂર્વે સંભાળનારા મેજર જનરલે કચ્છ સરહદની ક્રિકોને જાત નિરિક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી.

ચિન સાથે વિવાદમાં અને ભારત પણ દબાણ લાવવા બંને મિત્રો કચ્છ સરહદે કાંઇ કકરીચાળો ન કરે તે માટે ભારતીય એજન્સીઓ તૈયાર જોવા મળી રહી છે. ગુરુવારના કચ્છ સરહદે મેજર જનરલ મોહીત વાધવાએ ક્રિક વિસ્તારનું જાત નિરિક્ષણ કર્યું હતું. બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી સતત ત્રણ કલાક ક્રિક વિસ્તારનું જાત નિરિક્ષણ કરીને પાકિસ્તાનને અડીને આવેલા તમામ ક્રિકોનું નિરિક્ષણ કરી વિગતો મેળવી હતી.

ભારત અને ચિન સેના એલ.એ.સી. પર એકબીજાની સામસામે છે, ભારતીય સેનાની બોર્ડર ફોર્સ તૈનાત કરી છે. ચિન સાથે વિવાદ વચ્ચે સેનાનો આ મોટો પગલો મનાય છે. ચિન સાથે વિવાદ થાય કયારે તેનો મિત્ર પાકિસ્તાન સાબિત કરવા લાગી જાય છે કે ચિન અને પાકિસ્તાનની દોસ્તી અતુટ છે. પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ પાકિસ્તાન સરહદ પર અસર જોવા મળતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...