તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગીતા રબારી પ્રકરણ ઉથલો મારશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કા. ચેરમેન મુદ્દે વિપક્ષનો દાવ સફળ થશે કે નિષ્ફળ
  • લાંબા સમય બાદ થશે વિવિધ સમિતિઅો રચાશે

કચ્છ જિલ્લા પંચાયતની અાજે સામાન્ય સભા મળવાની છે, જેમાં વિપક્ષે ગીતા રબારીના ઘરે રસી અાપવાનો મુદ્દો પ્રશ્નોત્તરીમાં સમાવ્યો છે, જેથી પ્રશ્નોતરીમાં વિપક્ષના અે પ્રશ્નનો સમાવેશ કરવામાં અાવશે તો ગીતા રબારી પ્રકરણ ફરી ઉથલો મારશે. બીજી તરફ વિપક્ષે અાહિર સમાજની વ્યક્તિને કારોબારી ચેરમેન બનાવવા દાવ ખેલ્યો છે, જેથી શાસક પક્ષે ગઢવી સમાજના કારોબારી ચેરમેન જાહેર કરી દીધા બાદ અાહિર સમાજની વ્યક્તિને બેસાડશે કે કેમ અે પણ અટકળોનો વિષય બન્યો છે. જોકે, અેની શક્યતા નહિંવત્ છે.

જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે પદગ્રહણ કર્યો છે. પરંતુ, બીજી બાજુ કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર ગઢવીનું નામ જાહેર કરી દીધું છે. પરંતુ, કારોબારી સમિતિ સહિતની અન્ય સમિતિઅોની રચના થઈ નથી, જેથી વિપક્ષે અાહિર સમાજના સાૈથી વધુ સદસ્યો છતાં અાહિર સમાજની વ્યક્તિને કારોબારી ચેરમેન ન બનાવ્યાનો મુદ્દો છેડી રાજકીય ખેલ ખેલ્યો છે. બીજી બાજુ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર અારોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેનની પણ વરણી કરવામાં અાવશે.

પૂર્વ પ્રમુખના કાર્યકાળના કામોના મુદ્દે ઉત્કંઠા
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના કાળકાર્યમાં લેવાયેલા વિકાસકામોને રદ કરવાનો અેજન્ડામાં સમાવેશ કરાયો છે. જે બાદ પૂર્વ પ્રમુખે તેવર બદલ્યા છે, જેથી સામાન્ય સભામાં શું નિર્ણય લેવાય છે અે ઉત્કંઠાનો વિષય બન્યો છે. પરંતુ, અહીં સવાલ અે છે કે, પૂર્વ પ્રમુખે સૂચવેલા વિકાસ કામોને સામાન્ય સભાની મંજુરી મળી જાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી અને દરેક શાખાના વડાઅોને પરિપત્ર અને માર્ગદર્શિકામાંથી વાંધા વચકા ન દેખાય અને પ્રમુખ બદલ્યા પછી કેમ દેખાય. જે બાબતે વિપક્ષે પણ પ્રશ્નોત્તરીમાં શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યાના હેવાલ છે. પૂર્વ પ્રમુખ લક્ષમણસિંહ સોઢા પણ સામાન્ય સભાના નિર્ણય ઉપર નજર રાખીને બેઠા છે. અે પછી ધરણા સહિતના કાર્યક્રમો કરે અેવી શક્યતા છે. જોકે, સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હાલના પ્રમુખ અે મુદ્દે પૂર્વ પ્રમુખે તેવર બદલ્યા બાદ મધપૂડો છંછેડવાથી દૂર રહેવા માંગે છે. કેમ કે, પક્ષની છાપ ખરડાવાથી ભાજપ કાર્યાલયમાંથી પણ હાલના પ્રમુખને ઠપકો મળ્યો છે.

સમિતિ પહેલા સિંચાઈના કામોને વહીવટી મંજુરી
વિવિધ સમિતિઅો સાથે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની પણ વરણી કરવામાં અાવી નથી. પરંતુ, સિંચાઈને લગતા કામોના નિર્ણય લેવાઈ ગયા છે. જેને પણ વહીવટી મંજુરી અાપવામાં અાવશે.

અાંબાપર ગ્રામ પંચાયત સુપરસીડ
અંજાર તાલુકાની અાંબાપર ગ્રામ પંચાયતને સુપરસિડ કરવા મુદ્દે પણ દરખાસ્ત અને ઠરાવ થવાનો છે.

અન્ય સમાચારો પણ છે...