તંત્ર નિદ્રાંધિન:કચરાના નમૂના બોક્સમાં આપ્યા છે, હવે ચેમ્બરમાં ઠાલવશું, ભુજ પાલિકામાં વિપક્ષે પ્રમુખને 11 વોર્ડની સફાઈની ઉપેક્ષા મુદ્દે ઢંઢોળ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના પ્રમુખે માજી વિપક્ષીનેતાને તમે શું કામ કચેરીમાં આવ્યા છો અેમ કહેતા મામલો બિચક્યો

ભુજ શહેરના 11 વોર્ડમાં સફાઈ થતી નથી, જેથી વિપક્ષે શુક્રવારે દરેક વોર્ડમાંથી કચરાના નમુના મિઠાઈના બોક્સમાં ભેગા કર્યા હતા અને શનિવારે નગરપતિને સુપરત કરી ઢંઢોળ્યા હતા. જે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને વિપક્ષે કહ્યું હતું કે, 7 દિવસમાં સ્થિતિ નહીં સુધરે તો પદાધિકારીઅોની ચેમ્બર્સમાં કચરો ઠાલવશું. નગરપાલિકામાં બપોરે 12 વાગ્યા પછી નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરની ચેમ્બરમાં પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાના નેજા હેઠળ હાલના કોંગ્રેસી નગરસેવકો અને કાર્યકરો અાવ્યા હતા. જેમણે ક્રમશ: અેક પછી અેક દરેક વોર્ડમાંથી અેકઠો કરેલો કચરોમાં બોક્સમાં પેક કરી અાપ્યો હતો.

જેમને નગરપતિઅે શાંતિથી સાંભળ્યા બાદ પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહને કહ્યું હતું કે, બધુ થઈ જશે વિપક્ષીનેતા. અેટલે રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે, હું વિપક્ષીનેતા નથી. કાસમ સમા વિપક્ષીનેતા છે, જેથી નગરપતિઅે કહ્યું કે, તો પછી તમે કેમ અાવ્યા છો. જે ટિપ્પણીથી કોંગ્રેસીઅો ઉશ્કેરાઈ ગયા હતા.

જે બાદ અેક મહિલા કાર્યકરે કચરાના બોક્સને ખોલીને નગરપતિની ટેબલ ઉપર વેરવાની કોશિષ કરી હતી, જેથી નગરપતિ પણ ઉશ્કેરાઈ ગયા હતા. આ તબક્કે નગરપાલિકા કચેરીમાં મામલો ગરમાઇ ગયો હતો. ભારે ગરમા ગરમીના માહોલ વચ્ચે વિપક્ષીનેતાએ શહેરના પ્રથમ નાગરિક પાસે શાંતિથી અને સભ્યતાથી રજુઅાત કરવા કહ્યું હતું. અામ, અેક તબક્કે ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો.

કોંગ્રેસમાં પણ હાજી માજીનો ભેદભાવ
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોંગ્રેસ જ્યારે કોઈપણ કાર્યક્રમ કરે ત્યારે હારેલા નગરસેવકો અને જીતેલા નગરસેવકોનો ભેદ રાખી અાગળ પાછળ રહેવાની કાપાકાપી ચાલતી હોય છે, જેથી હારેલા નગરસેવકોમાંથી ગણ્યા ગાંઠ્યા જ હાજર રહેતા હોય છે. અામ, રજુઅાતમાં પણ અહંકાર અાડે અાવી જતો હોય છે, જેથી બોલકા અને લડાયક કાર્યકરો ચૂપ થઈ જતા હોય છે.

પ્રજા માફ નહીં કરે : ઘનશ્યામ ઠક્કર
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરને વિપક્ષની રજુઅાત બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અે વિપક્ષ છે. વિરોધ કરવાનો અેને હક્ક છે. કામ કરવું અે શાસક પક્ષનું કામ છે. પરંતુ, શહેરના પ્રથમ નાગરિક સાથે વિપક્ષે જે પ્રકારનો વર્તન કર્યો છે અેને પ્રજા માફ નહીં કરે છે.

પ્રજા અેમને અેમ નથી ચૂંટતી : પ્રમુખ
શાસક પક્ષ શહેરની સફાઈ જાળવવામાં નિષ્ફળ ગયો છે અેવી વિપક્ષની રજુઅાત દરમિયાન પ્રમુખે કામ કર્યા છે અેટલે લોકો ચૂંટે છે અેવા મતલબમાં ટકોર કરી હતી કે, પ્રજા અેમને અેમ નથી ચૂંટતી.

કોંગ્રેસે ભીડમાં અાવી જાહેરનામાનો ભંગ કર્યો
રજુઅાત કરવા અાવેલા વિપક્ષને જોઈને શાસક પક્ષના અેક નગરસેવકે ટકોર કરી હતી કે, ટોળા રૂપે અેકઠા ન થવા કલેકટરનું જાહેરનામું છે. જેનો વિપક્ષ ભંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...