ઠરાવ કાગળ ઉપર:નાગોર ડમ્પિંગ સ્ટેશને કચરા છૂટો પાડવાનું કામ શરૂ ન થયું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી અને સામાન્ય સભાના ઠરાવ કાગળ ઉપર

ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા નાગોર રોડ ઉપર ડમ્પિંગ સ્ટેશને શહેરભરનો કચરો ઠાલવવામાં અાવે છે. જે કચરામાંથી પ્લાસ્ટિક, કાગળ અને અન્ય ચીજ વસ્તુઅોને અલગ પાડવા યંત્રો બેસાયા છે. પરંતુ, હજુ સુધી કામગીરી શરૂ કરાઈ નથી. અામ, કારોબારી સમિતિ અને સામાન્ય સભાના ઠરાવો કાગળ ઉપર જ રહી ગયા હોય અેવો તાલ સર્જાયો છે.

ભુજ નગરપાલિકાઅે જાહેર માર્ગો, શેરી મહોલ્લામાંથી કચરો ઉપાડવા અને ઝાડી કટિંગ સહિતનો ઠેકો અાપ્યો છે. અે ઉપરાંત ડોર ટુ ડોર કલેકશનનો પણ ઠેકો અપાયો છે. પરંતુ, અે કામગીરી દેખાવ પૂરતી જ થાય છે. વાર તહેવારે અથવા કોઈ નેતા અાવવાના હોય ત્યારે માર્ગો સાફ સુથરા થાય છે. ડમ્પિંગ સ્ટેશને કચરો છૂટો પાડવા અંગે ઠરાવ કરાયો હતો. અે તો ઠીક નાગોર રોડ પાસે ડમ્પિંગ સ્ટેશને શહેરભરનો કચરો પણ અાડેધડે ઠલવાય છે, જેમાં દરેક કચરો અલગ પાડવા યંત્રો વસાવાયા હતા. પરંતુ, અે યંત્રો જ બંધ છે. સેનિટેશન શાખાના હેડ મિલન ગંધાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાને જવાબદારી સોંપાઈ છે. જે ટૂંકમાં કામ શરૂ કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...