પોલીસ પર માર માર્યાનો આક્ષેપ:ભુજના યુવક દ્વારા એસપી કચેરી સામે ઉપવાસ પર બેસી ગાંધીગીરી શરૂ કરવામા આવી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ પૂર્વે કેફી પીણું પીવા સબબ માંડવી પોલીસે મથકમાં અટક કરી માર મર્યાનો આક્ષેપ

ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી પશ્ચિમ કચ્છ સમાહર્તાની કચેરી સામે માંડવી તાલુકાના બીડદા ગામના યુવાન દ્વારા પોતાને માંડવી પોલીસ દ્વારા કેફી પીણું પીવા બદલ ધરપકડ કરી પોલીસ મથક અંદર બેરહેમી પૂર્વક માર મારી કાયદો વ્યવસ્થા અને માનવ અધિકારનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે યોગ્ય ન્યાયની અપેક્ષા સહ આમરણાંત અનસન શરૂ કરવામાં આવ્યા છે.

અનસનકર્તા મેહુલ ઉમિયાશંકર રાજગોરે જિલ્લાની સાથે રાજ્ય સ્તર સુધી પોતાની આપવીતી દર્શાવતું આવેદનપત્ર રજૂ કર્યું છે. જેમાં જણાવ્યા મુજબ ગત તા. 8/9ના રોજ માંડવી પોલીસના પીઆઇ આર.સી.ગોહિલ, પોલીસના દેવરાજ ગઢવી, ભાર્ગવ ચૌધરી, ઝાલાભાઈ તથા અન્ય દ્વારા ધકબુસટ અને લાતોથી ઢોરમાર મારી માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ કર્યો છે. જે ગેરકાયદે છે આ માટે જે તે સમયના પોલીસ મથકના CCTV કેમેરાના ફુટેજની માંગણી કરતી અરજી 10/9ના જિલ્લા સ્તરે કરી હતી અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. પરંતુ હજુ સુધી કોઈજ ઉકેલ મળ્યો નથી. અપરાધીને સજા કરવા દેશમાં ન્યાય પ્રક્રિયા અમલમાં છે તેથી મારી સાથે થયેલા ગેરકાયદેસર વ્યવહારથી મારુ આત્મ સન્માન ઘવાયું છે અને તે માટે મને યોગ્ય ન્યાય મળે એવી મારી માગ છે . જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અનસન ચાલુ રાખીશ. એવુ યુવાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...