• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Gandhidham Sheri Feriya Mandal And Rashtriya Dalit Adhikar Manch Staged A Rally Against The System's Anti pressure Policy.

વિરોધ-પ્રદર્શન:ગાંધીધામ શેરી ફેરીયા મંડળ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે તંત્રની દબાણ હટાવ નીતિ સામે રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના ઝંડા ચોકથી રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચી આવેદનપત્ર અપાયું
  • લારી-ગલ્લા ધારકોને કરવામાં આવતી કનડગત બંધ કરવાની, ધંધાર્થીઓને વળતર આપવાની માંગ કરાઈ

ગાંધીધામ શહેરમાં છેલ્લા બે માસથી સરકારી તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત લારી ગલ્લાનાં ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે અનેક ધંધાર્થીઓના રોજગાર બંધ થઈ જવાથી તેમને રોજગારી ગુમાવવી પડી છે. આ માટે આજે બુધવારે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકા અને શેરી ફેરીયા ફેડરેશન દ્વારા શહેરના ઝંડા ચોકથી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા કચેરી ખાતે પહોંચી વર્ષ 2014ના અધિનિયમ મુજબ ખસેડવામાં આવેલા લારી ગલ્લા ધારકોને યોગ્ય વળતર આપી રેલવે, ડી.પી.ટી., એસ.આર.સી. પોલીસ સહિતના વિભાગો દ્વારા કરવામાં આવતી કનડગત બંધ થવા અને સંકલન સાધી યોગ્ય નિવારણ લાવવાની માંગ કરવામાં આવી હતી.

ગાંધીધામ શેરી ફેરીયા મંડળ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકાના સયુંકત ઉપક્રમે યોજાયેલી વિરોધ રેલીમાં વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા લારી ગલ્લા ધારકોને ખસેડવામાં આવી રહ્યા હોવાથી આ પ્રકારની કનડગત બંધ થવા અને રોજગાર ગુમાવેલા ધંધાર્થીઓને વળતર આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર સુધારાઈ કચેરી ખાતે મુખ્ય અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો યોગ્ય નિવારણ નહિ આવે તો પાલિકા કચેરી સામે ધરણાં પ્રદર્શન પણ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...