• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham Municipality Continues Pressure Relief Operation For The Fourth Day In A Row, 50 Raw lined Pressures Removed

દબાણ હટાવ ઝુંબેશ:ગાંધીધામ નગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે દબાણ હટાવ કામગીરી ચાલુ, 50 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધારાઈ દ્વારા શહેરના રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીમાં 50 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા
  • સતત ચોથા દિવસે અનઅધિકૃત લારી/ગલ્લા અને પાકાં દબાણો હટાવાયાં

પૂર્વ કચ્છના પાટનગર સમા ગાંધીધામ શહેરમાં ચારે તરફ વધી ગયેલા દબાણો પર સ્થાનિક સુધારાઈ દ્વારા ગઈકાલે રવિવારની રજા બાદ આજે સોમવારે અને સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી હતી. આજે શહેરના રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીમાં અંદાજિત 50 જેટલા કાચા-પાકા દબાણોને યાંત્રિક મશીનો, કામદારો અને પોલીસ બંદોબસ્તના સહારે દૂર કરવામાં આવ્યા હતા.

ગાંધીધામ શહેરના અલગ-અલગ સ્થળે એક પછી એક નગરપાલિકાના સહયોગથી સરકારી વિભાગના અન્ય ખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ પ્રવૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત આજે સતત ચોથા દિવસે અનઅધિકૃત લારી/ગલ્લા અને પાકાં દબાણો હટાવાયાં હતાં. આ કામગીરી દરમિયાન એક નાના કદના ધાર્મિક સ્થળને પણ દૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...