ચોરીનો ભેદ ઉકેકયો:ચકાર (કો)માં રાહદારીના હાથમાંથી મોબાઈલ છીનવી નાસી જનાર ગાંધીધામનો શખ્સ ઝડપાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકાર (કો)માં રાહદારીના હાથમાંથી મોબાઈલ છીનવી નાસી જનાર ગાંધીધામનો શખ્સ ઝડપાયો

ભુજ તાલુકાના ચકાર કોટડા ગામના બસ સ્ટેશન પાસે રાહદારીના હાથમાંથી મોબાઈલ છીંવીને ભગી છુટેલો જૂની સુંદરપુરી ગાંધીધામ રહેતા બાઈક સવાર આરોપી મનોજ ઉર્ફે બચ્ચો વેરશીભાઈ ડાડું માતંગ (ઉ.વ.19)ને એલસીબીએ બાતમીના આધારે લાખોદ ચાર રસ્તા પરથી ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાખોદથી કુકમાં જતા ચાર રસ્તા પર બીએમસીબી કોલોનીના ગેટ પાસે શકસપદ મોબાઈલ સાથે બાઈક પર બેઠેલા આરોપી મનોજને ઝડપી પાડી તેના કબ્જામાં રહેલા મોબાઈલના આધાર પુરાવાઓ માંગતા આરોપી મોબાઈલના બીલ કે આધાર આપી ન શકતા એલસીબીએ આરોપી પાસેથી 10 હજારનો મોબાઈલ અને 30 હજારની બાઈક કબ્જે લઈ પૂછતાછ કરતા આરોપીએ એક માસ અગાઉ ચકાર કોટડા ગામના બસ સ્ટેશન રોડ પર રાત્રે પગે ચાલીને જતા વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ખેંચી નાસી ગયો હોવાની કબૂલાત આપી હતી. એલસીબીએ પધ્ધર પોલીસ મથકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...