ક્રાઇમ રોકવા પ્રયાસ:ગુજરાતમાં શરૂ થનાર 10 સાયબર ક્રાઈમ પોલીસ મથકોમાં કચ્છના ગાંધીધામનો સમાવેશ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

જિલ્લામાં ઓનલાઈન બનતા ગુનાઓને પકડવા માટે કચ્છના આર્થિક પાટનગર ગંધીધામ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ મથકની બહોળા સ્ટાફ સાથે શરૂઆત કરવામાં આવશે. જેની રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા વિધિવત મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ વિશે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકારના ગૃહ વિભાહ દ્વારા રાજ્યના 10 શહેરોમાં સાયબર ક્રાઈમ પોલીસ મથક શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તે કાર્યરત પણ થઈ જશે. જેમાં ગુજરાતના જામનગર, અમરેલી, વલસાડ, મોરબી, ભરૂચ, મહેસાણા, બનાસકાંઠા, આણંદ, હિંમતનગર અને કચ્છના ગાંધીધામનો સમાવેશ થાય છે. આ પોલીસ મથકો 22 જેટલા બહોળા સ્ટાફ સાથે કાર્યરત બનશે. જેમાં એક પીઆઇ, બે પીએસઆઇ, બે વાયરલેસ પીએસઆઇ, ચાર હેડ કોન્ટેબલ અને 16 કોન્ટેબલનો સમાવેશ થાય છે.

આમ તો ગંધીધામ એલસીબી કચેરીના પ્રથમ માળે આ સેવા 01 જૂનથી શરૂ થવાની થવાની હતી. પરંતુ હવે સંભવિત રાજ્યના દરેક શહેરના મથક સાથે શરૂ થવાની શક્યતા છે. સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન થતા ફ્રોડ, ચાઈલ્ડ પોર્ન વીડિઓ જોવા કે ફોર્વ કરવા, સોશિયલ મીડિયા પર બનાવટી આઈડી બનાવી કોઈને હેરાનગતિ કરવી જેવા વગેરે ગુનાઓને પકડવા તેમ જ અટકાવ માટેની કોશિશ રહેશે.

અન્ય સમાચારો પણ છે...