તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિભાઈ સંધવીની જન્મ શતાબ્દીની ઉજવણી:ગાંધીવાદી કાર્યકર મણિભાઇ શાંતક્રાંતિના દ્રષ્ટમા સમાન હતા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીવાદી કાર્યકરની જન્મશતાબ્દીઅે ભુજમાં વ્યાખ્યાનમાળા યોજાઇ

ગુરુ નાનકના મંત્ર સંગત અને પંગતને આત્મસાત કરનારા વાગડના વડલા સમાન મણિભાઈ ગાંધીજીને કયારેય મળ્યા ન હોવા છતાં આજીવન ગાંધીવાદી રહ્યા, ગાંધીજીની આશ્રમ શાળા પ્રવૃત્તિ અને અંત્યજોના ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. મંગળવારના ભુજ ખાતે મહારાવ વિજયરાજજી સાર્વજનીક પુસ્તકાલયના મહારાજ ભુપતસિંહજી સભાખંડમાં કચ્છ અને વાગડના ગાંધીવાદી કાર્યકર સ્વ. મણિભાઈ સંધવીની જન્મ શતાબ્દી ઉજવાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે યોજાયેલ વ્યાખ્યાન માળા ૧ના અધ્યક્ષસ્થાનેથી કેળવણીકાર, અને સુશીલ ટ્રસ્ટ, નીલપરના સ્થાપક રમેશભાઈ સંઘવીએ મણિભાઈના જીવન કવન અંગે વિગતો અાપી હતી. આ સમારંભમાં ગ્રામ સ્વરાજ સંઘ, નીલપરના ટ્રસ્ટી દેવજીભાઈ શુકલ તથા શિશુમંદિર, માંડવીના સ્થાપક અને સંચાલક તથા મણિભાઈના સાથી હીરજીભાઈ કારાણીએ પોતાના વકતવ્ય આપ્યા હતાં.

કાર્યક્રમના ઉપસ્થિત દેવજીભાઈ શુકલે મણિભાઈને શાંતક્રાંતિના દ્રષ્ટા લેખાવ્યા હતા. તેમણે મણિભાઈ સંઘવી, મગનભાઈ સોની તથા દયારામ કેવડિયાની ત્રિપુટીએ વાગડમાં કેવા સંજોગોમાં સેવાના યશનો અારંભ કર્યો તેની વાત કરી હતી. વાગડના અંત્યજો તથા કોળી પરિવારોના ઉત્થાન માટે મણિભાઈએ આશ્રમ જીવનના પોતે સાથી અને સહકાર્યકર હોવાનો રાજીપો વ્યકત કર્યો હતો.

કચ્છમાં ભુદાનની પ્રવૃત્તિના અગ્રણી કાર્યકર હીરજીભાઈ કારાણીએ પોતાની મણિભાઈ સાથેની વાતોને યાદ કરતાં તેમના થકી પોતાનું જીવન પરિવર્તન થયું હોવાનું જણાવી એમની સાથે કામ કરવાથી પોતાને ઘણું શીખવાનું મળ્યું હોવાનું કહ્યું હતું . તેમણે કચ્છમાં ભુદાનની પ્રવૃત્તિની વાત કરતાં વિનોબાજી કચ્છ આવ્યા હતા ત્યારે તેમની સાથે એકવીસ દિવસ ભુદાનના કામે તેમની સાથે રહેવાની તક મળી એ જીવનનું યાદગાર સંભા૨શુ હોવાનું જણાવ્યું હતું.

સમારંભના અધ્યક્ષ રમેશભાઈએ મણિભાઈ સંધવી, મગનભાઈ સોની, દયારામભાઈ કેવડિયા તથા જગશીભાઈ દોશીએ વાગડમાં સેવાનો યજ્ઞ આરંભ્યો એ પહેલાં માંડવીમાં નાનાલાલભાઈ વોરા, તેમના મોટાભાઈ રાજપારભાઈ, ભાટિયા અગ્રણી માવજીભાઈ વેદનો મણિભાઈના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો અને તેને કારણે જ તેઓ મહાત્મા ગાંધીજી તથા વિનોબાજીથી આકર્ષાયા અને ભુદાન, આશ્રમ શાળા તથા અંત્યજોના ઉદ્ધારની પ્રવૃત્તિનો આરંભ કર્યો.

આ અગાઉ વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે પોતાના સ્વાગત પ્રવચનમાં વ્યાખ્યાન માળાના આયોજનનો હેતુ સમજાવી પુસ્તકાલયની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. મણિભાઈના પુત્રી મુકતાબહેન ભાવસારે બન્ને વકતા તથા સમારંભ અધ્યક્ષનો પરિચય આપ્યો હતો. પુસ્તકાલયના ઉપપ્રમુખ પીયૂષભાઈ પટ્ટણી, કારોબારી સભ્યો દિનેશભાઈ મહેતા તથા નિરુપમભાઈ છાયાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું મણિભાઈના પુત્રો દિનેશભાઈ સંઘવી, રવિન્દ્રભાઈ સંધવી, મગનભાઈ સોની ના પુત્ર રમેશભાઈ સોની તથા મણિભાઈના પરિવાર, જનો આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકાલયના કારોબારી સભ્યો રમાબહેન ઝવેરી, કરમશી પટેલ, વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, ઝવેરીલાલ સોનેજી, અખિલેશ અંતાણી, ચંદ્રવદન ધોળકિયા, પ્રતાપ રૂપારેલ, અને કેળવણીકાર ૨મજાન હસણીયા ઉપરાંત ગ્રામ સ્વરાજ સંપ નીલપરના કાર્યકરો, વાગડના અગ્રણીઓ તથા મણિભાઈના શુભેચ્છકો વગેરે આ અવસરે હાજર રહ્યા હતા. સમારંભનું સંચાલન સંજયભાઈ ઠાકરે તથા આભારવિધિ પુસ્તકાલયના મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. વૈભવ ફુડીયા તથા ભરત મેથનાનીખે આયોજન સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો