તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હસ્તકળા:દેશના હસ્તકળાના કારીગરો માટે ભૂજ હાટ ખાતે ગાંધી શિલ્પ કળાનો શુભારંભ થયો

ભૂજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દેશના હસ્તકલાના દસ દિવસીય પ્રદર્શન ફેરમાં 100 સ્ટોલ રખાયા
  • ગાંધી શિલ્પ બજારમાં તમામ કારીગરોને સ્ટોલ વિનામુલ્યે અપાયા

હસ્તકલાના કારીગરોને તેમની કલા કારીગરીની વસ્તુનાં વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તેવા શુભ હેતુ સાથે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજ ખાતે ગાંધી શિલ્પ બજારનો આરંભ થયો છે. દસ દિવસ સુધી ચાલનાર આ પ્રદર્શનમાં કચ્છ-ગુજરાત સાથે દેશના અન્ય રાજ્યોની હસ્તકલા કારીગરીનું પ્રદર્શન કમ વેચાણ એક જ સ્થળે થશે.

આવતા વર્ષે 100ના બદલે 200 સ્ટોલ ઊભા કરવાની તંત્રની તૈયારી

કલેકટર પ્રવિણા ડી.કે.એ ગાંધી શિલ્પ બજારનો વિધિવત આરંભ કરાવ્યો હતો. જે બાદ પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે કચ્છમાં આ પ્રકારના મોટા કલા મેળાનું આયોજન પ્રથમવાર થયું છે. ત્યારે લોકો મહત્તમ સંખ્યામાં તેને નિહાળવા આવે. જો પ્રતિસાદ મળશે તો આવતા વર્ષે 100ના બદલે 200 સ્ટોલ ઊભા કરવાની તંત્રની તૈયારી છે. ભારત સરકારના ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ દ્વારા આયોજિત શિલ્પ બજારમાં 100 સ્ટોલ બનાવાયા છે. જેમાં કચ્છની સ્થાનિક હસ્તકલા સાથે રાજસ્થાનની કોફતગીરી આર્ટ, બનાસકાંઠાની કઠપૂતળી, પશ્ચિમ બંગાળની કાંથા એમ્બ્રોઈડરી, રાજસ્થાનની શિબેરી કળા, ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબની વિવિધ કળા કારીગરી લોકોને નિહાળવા મળશે. ગાંધી શિલ્પ બજારમાં તમામ કારીગરોને સ્ટોલ વિનામૂલ્યે અપાયા છે.

21મી માર્ચ સુધી ચાલનાર આ પ્રદર્શનીનો સમય બપોરે 1થી રાત્રી 9નો રાખવામાં આવ્યો

ઉપરાંત ભુજ બહારથી આવનારા તમામ કારીગરોને સરકાર દ્વારા પ્રતિ દિવસ 300 રૂા. ચૂકવણું કરવામાં આવશે. કલેકટરે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલગફુર ખત્રી ઉપરાંત તાજેતરમાં જ કેબીસીમાં કર્મવીર તરીકે ચમકેલા પાબીબેન રબારી, ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટસ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર રવિવિર ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કેપી-ડેર, નાબાર્ડના ડીડીએમ નીરજકુમાર અને દાદુજી સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 21મી માર્ચ સુધી ચાલનાર આ પ્રદર્શનીનો સમય બપોરે 1થી રાત્રી 9નો રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...