ધરપકડ:ગણેશનગરમાંથી જુગારધામ પકડાયું, 11 હજારની રોકડ સાથે 6 ખેલી ઝપેટમાં

ભુજ,અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં જુગાર-દારૂની બદી યથાવત
  • નાની નાગલપરની​​​​​​​ વાડીમાં જુગાર રમતા 3 ઝડપાયા, 2 નાસી ગયા

કોઇ પણ મોસમ હોય કચ્છમાં તો, જુગાર દારૂની બદી બેફામ ફુલીફાલી છે.દારૂ અને જુગાર ઠેરઠર પકડાઇ રહ્યો છે. ત્યારે ભુજના ગણેશનગરમાં ઓરડીમાં ચાલતી જુગાર ક્લબપર એલસીબીએ દરોડો પાડીને 6 જુગારીઓને 10,950ની રોકડ તેમજ 3 હજારના ચાર મોબાઇલ મળી 13,950ના મુદામલ સાથે પકડી લીધા હતા. તો, પૂર્વ કચ્છ અંજાર તાલુકાના નાની નાગલપરમાં જુગાર રમતા 3 શખ્સોને રૂપિયા 25 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે 2 ઈસમો નાસી ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમણે પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમી પરથી ભુજ ગણેશનગરમાં ખોડીયાર મંદિર પાસેની ઓરડીમાં છાપો માર્યો હતો. મહેન્દ્રસિંહ દાનસંગજી સોઢા પોતાના કબજા ભોગવટાની ઓરડીમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ઘાણી પાસાનો જુગાર રમાડતા હોઇ એલસીબીની રેડ દરમિયાન મહેન્દ્રસિંહ, ખૂમાનસિંહ નારાણસિંહ સોઢા, અમરતભાઇ ખેતાભાઇ વાળંદ, ઉમેશગીરી કેશવગીરી ગોસ્વામી, ભીખાભાઇ લાખાભાઇ રબારી, રાજેશ વલ્લભજી રાઠોડ સહિત 6 ખેલીઓ રંગે હાથે પકડાઇ ગયા હતા.

તેમના કબજામાંથી રોકડ રૂપિયા 10,950 તેમજ 3 હજારની કિંમતના 4 મોબાઇલ મળીને કુલ રૂપિયા 13,950નો મુદામાલ કબજે લઇ તમામ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારઘારા કલમ 4,5 મુજબનો ગુનો નોંધાવ્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી તરફ પૂર્વ કચ્છ એલ.સી.બી. દ્વારા અંજાર તાલુકાના નાની નાગલપરના આનંદ ફાર્મ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યાં ધાણી-પાસા વડે જુગાર રમતા ધનજી ડાયાભાઇ સથવારા, મુકેશ રામજી કોલી, હિરજી ગોવિંદભાઇ સથવારાને રૂ. 25,300ની રોકડ તેમજ 3 મોબાઈલ સહિત કુલ રૂ. 35,800ના મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડા દરમ્યાન મોતી રાયમલ કોલી અને રામુ બબા દાતણીયા નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...