તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારિતોષિક:ગાૈતમ જોશીના પુસ્તક કચ્છની રંગભૂમિને પ્રથમ ઇનામ જાહેર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 18 લેખકોને પારિતોષિક

કચ્છી સાહિત્યમાં વિશિષ્ઠ યોગદાન અાપનારા ગાૈતમ જોશીના પુસ્તક કચ્છની રંગભૂમિને પ્રથમ પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરાયું છે.સંશોધન- ભાષા વ્યાકરણ વિભાગના નિર્ણાયક યોગેન્દ્ર વ્યાસે અાપેલા નિર્ણય મુજબ ગાૈતમ જોશીના પુસ્તક કચ્છની રંગભૂમિને પ્રથમ પુરસ્કાર પેટે રૂ.11,000નું પારિતોષિક જાહેર કરાયું છે. અા જ વિભાગમાં દ્વિતીય ઇનામ કાંતિ માલસતરના પુસ્તક (ભારતીય દલિત અાત્મકથા) તૃતીય ઇનામ ઉષા ઉપાધ્યાયના (અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા) જાહેર કરાયું છે.

કચ્છી ભાષા સાહિત્યમાં જયારે ગદ્યની માંગ હતી અે અરસામાં પ્રથમવાર કચ્છી નવલકથા, પ્રવાસકથા, ચરિત્રો અને અનુવાદો અાપ્યા અને કચ્છીમાં ગદ્ય નથી તે મહેણું ભાંગનારા ગાૈતમભાઇઅે 5 નવલકથા લખી છે. ચાર જેટલા વાર્તા સંગ્રહ, પ્રવાસ સંગ્રહ, નિબંધ સંગ્રહ, રામચરિત માનસ અાધારિત રામાયણ, બાલકાંડ,શ્રીમદ્દ ભાગત, શિવસૃષ્ટિ, કાવ્ય સંગ્રહ અને બે અનુદાવો અાપ્યા છે. રંગમંચના કલાકાર જોશી 1978થી નાટક સાથે જોડાયેલા છે. અત્યાર સુધી કચ્છી ભાષામાં 25 જેટલા અને ગુજરાતીમાં બે પુસ્તકો પ્રગટ કર્યા છે.

અા ઉપરાંત નિબંધમાં ચંદ્રકાંત મહેતા (અંત:કરણની અેન્જિયોગ્રાફી), કુમાર જિજ્ઞેશ શાહ (સહયાદ્રીના ઉત્તુંગ શૃંગથી), પ્રણવ ત્રિવેદી (ચબરખી), કવિતામાં મિલિન્દ ગઢવી (રાઇજાઇ), લક્ષ્મી ડોબરિયા (છાપ અલગ મેં છોડી), કિશોર જીકાદારા (પાંપણ વચ્ચે) અનુક્રમે પ્રથમ ત્રણ નંબરે રહ્યા છે. અનુવાદમાં નિર્ણાયક તરીકે દર્શના ધોળકિયા રહ્યા હતા, જેમાં અનુક્રમે પ્રથમ ત્રણ નંબરે અશ્વિન ચંદારાણા, કાલિન્દી પરીખ, સુરેશ ગઢવી રહ્યા હતા અને વિવેચનમાં પ્રથમ ઇનામ કમલેશ મદ્રાસી, તૃતીય જયેશ ભોગાયતા, સંધ્યા ભટ્ટના (હું હતો ત્યારે અેક સંવેદનકથા)પુસ્તકને દ્વિતીય ઇનામ જાહેર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...