આરોગ્ય કેન્દ્રનું તંત્ર ખાડે:ગાગોદર પીએચસીમાં છેલ્લા એક વર્ષથી ડોકટર જ નથી !

ગાગોદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 હજારની વસ્તીમાં કોઈ બીમાર પડે તો દવા લેવા બીજા ગામમાં જવું પડે
  • સરકારી ચોપડે 24 કલાક કાર્યરત આરોગ્ય કેન્દ્રનું તંત્ર ખાડે
  • છેવાડાના માનવીને આરોગ્ય સેવાઓ આપવામાં આરોગ્ય વિભાગ નિષ્ફળ

કચ્છ જિલ્લામાં લોકોને સારી આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં જિલ્લા આરોગ્ય વિભાગ નિષફળ સાબિત થયું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે કારણકે સરકારી દવાખાનામાં સ્ટાફ જ નથી જેના કારણે લોકોને યોગ્ય સારવાર મળતી નથી વાગડમાં મુખ્ય ગણાતા એવા ગાગોદર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષથી ડોકટર નિમણુંક કરવામાં આવી જ નથી જેથી 7 હજારની વસ્તીમાં કોઈ બીમાર પડે તો દવા લેવા બીજા ગામમાં જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાપર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના ભગવાનજી સુજાજી રાજપુતે જણાવ્યું કે,ગાગોદર ગામમાં 24 કલાક કાર્યરત રહે તે પ્રકારનું પીએચસી આવેલું છે પણ છેલ્લા 1 વર્ષથી આરોગ્ય કેન્દ્રમાં કોઈ એમ.બી.બી.એસ ડોક્ટરની નિમણુંક કરવામાં આવી નથી એ બાબતે અવારનવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.એમબીબીએસ ડોકટર ન હોવાથી ગામના લોકોનો દવા લેવા માટે અન્યત્ર જવું પડે છે જેથી તાબડતોબ અહીં ડોકટરની ભરતી કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સરકારી ચોપડે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતની આલબેલ પોકારવામાં આવે છે, પરંતુ વાસ્તવિકમાં ચિત્ર તદ્દન વિપરીત છે.

40 થી 45 ગામોને સાંકળતી વાયોર પીએચસીને સીએચસીમાં ફેરવવા માંગણી કરાઈ
વાયોરના સરપંચ જાડેજા પ્રભાતસિંહ સતુભાએ જણાવ્યું કે,અબડાસા તાલુકાનો અમારો વિસ્તાર આર્થિક રીતે પછાત તેમજ સરહદી વિસ્તાર છે. PHCમાં આજુબાજુના તેમજ લખપતના કેટલાક ગામ મળીને 40 થી 45 ગામના દર્દીઓ સારવાર લેવા આવે છે પણ પુરતો સ્ટાફના હોવાના કારણે જરૂરી સારવાર મળતી નથી જેના કારણે નલીયા C.H.C. સુધી જવું પડે છે.

અહીંના કેટલાક ગામડાઓથી નલીયા સુધી પહોંચવા માટે 70 થી 80 કિ.મી.અંતર થાય છે સરકારી વાહનવ્યવહાર પુરતા પ્રમાણમાંના હોવાના કારણે નલીયા સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે આર્થિક રીતે પછાત વિસ્તાર હોવાના કારણે પ્રાઇવેટ વાહન લઇને જઇ શકતા નથી જેથી PHC ને CHC માં અપગ્રેડ કરવામાં આવે તો આ વિસ્તારના માણસોને જરૂરી સુવિધા મળી રહે તેવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...