વિરોધ:જી. કે. જનરલ હોસ્પિ.માં ગરીબોની સુવિધા પુન:શરૂ કરવા કોંગ્રેસના ધરણા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મફત સારવાર મુદ્દે અન્યાય થશે તો ઉગ્ર લડતની ચિમકી

જિલ્લા મથક ભુજમાં સરકારી જી. કે. જનરલ હોસ્પિટલને અદાણી જૂથને સોંપાયા બાદ જિલ્લાભરમાંથી અાવતા અંતરિયાળ ગામડાના દર્દીઅોની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. અધૂરામાં પૂરું ગરીબ અને જરૂરતમંદની મફત અારોગ્ય સુવિધા બંધ કરી દેવાઈ છે. જેના વિરોધમાં અને પુન:શરૂ કરવા માટે જિલ્લા કોંગ્રેસે ગુરુવારે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.

અખબારી યાદીમાં અાક્ષેપ સાથે જણાવાયું હતું કે, અારોગ્યની તમામ સેવાના દર વધારી દીધા છે અને અારોગ્ય સેવાઅો પણ કથળી છે, જેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ રજાક ચાકી, હબીબશા સૈયદ, યાકુબ ખલીફા સહિતના કાર્યકરોઅે હોસ્પિટલના પ્રાંગણમાં પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. તેઅો હોસ્પિટલના અધિકારી ડો. પિલ્લાઈ, ડો. નરેન્દ્ર હિરાણી પાસે ગરીબોને મફત સેવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર સાથે રજુઅાત કરી હતી. જે પ્રસંગે રાજેન્દ્રસિંહ જાડેજા, રફીક મારા, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા, પુષ્પા સોલંકી, રસીકબા જાડેજા, ધીરજ રૂપાણી પણ હાજર રહ્યા હતા. જેમણે 30 દિવસમાં નિ:શુલ્ક સેવા અને સેવામાં સુધારો ન થાય તો જિલ્લા વ્યાપી લડતની ચિમકી અાપી હતી. અેવું પ્રવકતા ગની કુંભારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...