તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીનું રિએકશન:જી. કે.માં કરાર આધારિત 11 કર્મચારીને રસીની આડ અસર, તાવ, કળતર, ઝાડા-ઉલ્ટીના લક્ષણો સાથે સારવાર હેઠળ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સિવિલ સર્જનને રિપોર્ટ કરવાની તસ્દી ન લેવાતા તર્કવિતર્ક સર્જાયા

કચ્છમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડ રસી અાપવાનું શરૂ કરાયું છે, જેમાં ભુજમાં અદાણી મેડીકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કરાર અાધારિત 11 કર્મચારીઅોને અાડ અસર જણાઈ છે, જેથી સારવાર હેઠળ રખાયા છે. જોકે, અદાણી મેડીકલ કોલેજે સિવિલ સર્જન સહિત મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીની કચેરીઅે વેળાસર જાણ કરવાની તસદી લીધી નથી, જેથી તર્કવિતર્ક થયા છે.કચ્છમાં કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડની રસી અાપવા માટે લક્ષ્યાંકો અપાયા છે, જેમાં રસી લેવી કે ન લેવી અે મરજિયાત છે.

છતાં પણ સરકારી કચેરીઅોના કર્મચારીઅોને ધાકધમકી અાપી રસીકરણ કરાઈ રહ્યાના હેવાલ છે. જે વચ્ચે ભુજ સ્થિત અદાણી મેડીકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કરાર અાધારિત 11 કર્મચારીઅોને તાવ, કડતર, ઝાડા અને ઉલ્ટીના લક્ષણો જણાયા હતા, જેથી તાત્કાલિક સારવાર હેઠળ લઈ જવાયા હતા.

સાંભળ્યું છે પણ મને જાણ કરાઈ નથી, સિવીલ સર્જન
જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કશ્યપ બૂચને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, મને જાણવા મળ્યું છે. પરંતુ, લેખિતમાં સત્તાવાર રીતે જાણ કરાઈ નથી, જેથી રસી લેનારાની સ્થિતિ અને અાંકડાકીય માહિતી અાપવાની સ્થિતિમાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો