તપાસમાં ઢીલી નીતી:છેતરપિંડી-વ્યાજના ગુનાઓમાં ફરાર આરોપી પોલીસ પકડથી દુર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ આગોતરા મેળવવા માટે છુટો દોર આ​​​​​​​પતી હોવાનું ચિત્ર

છેલ્લા અેક માસમાં શહેર અે ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોરી, છેતરપિંડી, હત્યાના પ્રયાસ અને બોગસ બક્ષીસ ખતના ગુના દર્જ થયા છે, અેકેય ફોજદારીમાં અેકેય અારોપીની પોલીસે હજુ ધરપકડ કરી નથી. તપાસમાં ઢીલી નીતી હોવાથી અારોપી પકડાયા નથી અને જાણે અાગોતરા માટે છુટો દાૈર અાપી દેવાયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ગત 7 સપ્ટેમ્બરના સરપટ ગેટ નજીક દવાખાનું ચલાવતા વૃદ્ધ સંચાલક નસીમ મોહમદ મોહમદશરીફ લાહેજીઅે પાટણના કાનજી ભુદરજી પ્રજાપતી, દાદુભા જેમલસિંહ ચાૈહાણ, કમલેશ છગનલાલ ઠક્કર, રાજદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા સામે અેક કરોડની છેતરપીંડીની નોંધાવેલી ફરિયાદમાં મુખ્ય સુત્રધાર કાનજી પ્રજાપતીની હજુ ધરપકડ કરાઇ નથી.

તો 25મી સપ્ટેમ્બરના ખારસરા ગ્રાઉન્ડ પાસે સાહીલ જુસબ સુમરા પર આરોપીઓ દીલાવર ક્કલ અને મમલો ઉર્ફે નવાબ સુમરા, હનીફ જુમા શેખડાડા, અજીમ શેખડાડા તેમજ જુસબ ક્કલ લોખંડના પાઇપ અને ધોકા વડે તુટી પડયા હતા. અે ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસની કલમ તળે ગુનો દર્જ કર્યા બાદ હુમલાના અા બનાવમાં અેકેયની ધરપકડ કરી નથી.

તો 1 અોક્ટોબરના મુસ્લિમ એજ્યુકેશન વેલફેસ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અનવરહુસેન ઉસ્માન સુમરાઅે 2010માં જે જમીન બક્ષિસ કરાઇ હતી તે જમીનનો જ બીજો બક્ષિસ ખત પોતાના અંગત સ્વાર્થ માટે કરાતા સભ્ય જુણસ અબ્દુલ્લા હિંગોરા (રહે. ભુજ)વાળાએ ગુનો દર્જ કરાવ્યો હતો.

થાણા અધિકારીનું તપાસ ચાલુ હોવાનું રટણ
વ્યાજખોરી અને છેતરપિંડીનો જે ગુના અેક માસ પૂર્વે દર્જ થયો હતો તેના તપાસનીસ પીઅેસઅાઇ બટુકસિંહ જાડેજાએ કહ્યું કે મુખ્ય અારોપી કાનજી પ્રજાપતીની ધરપકડ હજુ બાકી છે તો મુસ્લિમ અેજ્યુકેશન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સામે નોંધાયેલા ગુનામાં પણ અારોપીની ધરપકડ કરાઇ ન હોવાની વાત તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...